________________
૩૮. પ્ર. વર્તમાન જ્યોતિષ-પદ્ધતિ પ્રમાણે આપણું પર્યુષણ પ૦
દિવસે જ આવે છે કે આઘાં પાછાં ? ઉ૦ વર્તમાન જોતિષ-પદ્ધતિ પ્રમાણે પણ પયુર્ષણ પ૦ દિવસે જ આવવાં જોઈએ એ કંઈ જ નિયમ નથી, ઘણું વાર ૫૦ દિવસે આવે, ત્યારે કઈ કઈ વાર ૫૧ અને ૪૯ દિવસે પણ આજ કાલ પર્યુષણ આવે છે, છેલ્લાં ૨૫ વર્ષોમાં સં. ૧૯૭૦-૧૯૭૧-૧૯૭૯-૧૯૮૦ અને ૧૯૮૯ માં ૫૧ દિવસે પર્યુષણ થયાં હતાં, સં. ૧૯૭૫ માં ૪૯ દિવસે અને શેષ વર્ષોમાં ૫૦ દિવસે પર્યુષણ થયાં હતાં, આથી સમજાશે કે માસીથી ૫૦ દિવસે જ સંવછરી પર્વ આવે એવો એકાન્ત નિયમ નથી. ખરી રીતે તે શાસ્ત્રાનુસારે ૫૦ રાત્રિદિવસ વીત્યે પર્યુષણ પર્વ આવવું જોઈએ.
૩૯. પ્ર. ચૌમાસી ચૌદશના દિવસે જે વાર હોય તે જ વાર સંવ
છરીના દિવસે હોવો જોઈએ એ કહેવું બરાબર છે ? ઉ૦ ચૌમાસી અને સંવછરી એક જ વારની હોવી જોઈયે એવો કેઈ પણ નિયમ નથી, ઘણુ વાર એ બંને જુદા જુદા વારમાં પણ હોય છે, દાખલા તરીકે સં. ૧૯૫૧ માં ચૌમાસી શુક્રવારી હતી અને સંવછરી શનિવારી, સં. ૧૯૫૨ માં ચૌમાસી ગુરૂવારી હતી અને સંવછરી શુક્રવારી, સં. ૧૯૭૧ માં ચૌમાસી રવિવારી હતી અને સંવછરી સોમવારી હતી. સં. ૧૯૮૯ માં ચૌમાસી ગુરૂવારી હતી અને સંવછરી શુક્રવારી, આથી જણાશે કે ચૌમાસી અને સંવ
છરીને એકજ વાર હોય એ કોઈ પણ નિયમ નથી. ૪૦. પ્ર. બેસતું વર્ષ અને સંવછરી એક જ વારે આવે એ કહેવું
ખરું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org