________________
માન્યો ગણાય, શ્રી દાનસૂરિજીએ આગ્રહિઓનો દુરાગ્રહ જોઈ ૬ ને ક્ષય માનવાનું કહ્યું હોય તેથી વાસ્તવિક રીતે ૬ નો ક્ષય કર્યો કહેવાય નહિ. છતાં જે બીજા પંચાંગમાંના ૬ ના ક્ષયને પ્રમાણુ માનીને તે વખતે પંચમી કાયમ રાખ્યાનું કહેવાતું હોય તો આ વખતે પણ બીજા પંચાંગમાં ૬ ની વૃદ્ધિ છે તેને પ્રમાણ માની ગુરૂવારે એક જ પંચમી માનીને ચુથ ને બુધવારે સંવરી કરવી જોઈએ. ચંડાશુગંડૂમાં ૫ નો ક્ષય છતાં જે બીજા પંચાંગનો ૬ નો ક્ષય માની શકાતો હોય તો ચંડાશુચંડૂમાં ૫ મીની વૃદ્ધિએ બીજા પંચાંગની ૬ની વૃદ્ધિ માનવામાં
શી હરકત છે?, ન્યાય તો બન્ને બાજુ સરખેજ કહેવાય ! ૩૭. પ્ર. ચોમાસથી સંવછરી ૫૦ દિવસે કરવાનું કહ્યું છે ખરું?
ઉ૦ માસીથી સંવત્સરી એક માસ અને વીસ રાત્રિ વીત્યે કરવાનું કહ્યું છે કે જેના તાત્પર્ય રૂપે ૫૦ દિવસે કહી શકાય, છતાં આ ૫૦ રાત્રિદિવસો દિવસની ગણનાએ નહિ પણ પક્ષની ગણનાએ ગણવાના છે, ત્રણ પખવાડાના ૪૫ દિવસો અને આષાઢની ૨, ભાદરવાની ૩, એ ૫ રાત્રિઓ મલીને પ૦ રાત્રિઓ ગણતાં સંવછરી પહેલાં પ૦ દિવસ રાતને હિસાબ મલી પણ રહે છે, બાકી દિનગણનાયે રાત્રિદિવસની ગણના કરતાં પર્યુષણ સુધીમાં કઈ તિથિક્ષય આવતો તે વર્ષે પર્યુષણ ચોમાસા પછી ૪૯ રાત્રિ દિવસ વીત્યે થતાં, અને ક્ષય ન આવતો ત્યારે ૫૦ રાત્રિ દિવસ વીત્યે આવતાં, એકંદર એક યુગના ૫ વર્ષોમાં ૪ વાર પર્યુષણ ૪૯ રાત્રિ દિવસ વીત્યે આવતાં અને એક વાર ૫૦ રાત્રિ દિવસ વીત્યે, છતાં સામાન્ય રીતે પર્યુષણ પ૦ દિવસો વીત્યે કર્યા કહેવાતાં એનું કારણ એ જ કે ૫૦ ની સંખ્યા દિનગણનાએ નહિ પણ પક્ષગણનાએ ગણાતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org