________________
૬૮
કર્યો હતો એમ “જૈન ધર્મપ્રકાશ” નામના માસિકમાં લખેલું છે તે શું સાચું છે? ઉ૦ સં. ૧૯૫ર ન જેઠ વદ ૮ દિને અમદાવાદના એક શ્રાવકના ઉપર લખેલ પત્રમાં તો પં. શ્રી ગંભીરવિજયજી પંચમીના ક્ષયને બદલે ષષ્ટીને ક્ષય કરવાની વાત જણાવતા નથી, પરંતુ પંચમીનું કૃત્ય ચોથમાં સમાઈ ગયાનું જણાવે છે, છતાં તે પછી ભાવનગરના શ્રાવકસંઘની સલાહથી ભા. શુ. ૬ નો ક્ષય માનવાનો નિશ્ચય થયો હોય તે ના કહેવાય નહિ, “સયાજીવિજય” નામના વર્તમાન પત્રના એક લેખથી પણ તે વખતે વડોદરામાં પાંચમને બદલે છઠને ક્ષય માન્યો હતો એમ સમજાય છે. આથી જણાય છે કે ૧૯૫૨ માં કોઈ કોઈ ગામમાં બીજા પંચાંગનો આધાર લઈને પંચમીને બદલે છઠનો ક્ષય
માન્યો હતો. ૩૫. પ્ર. આ વર્ષે પણ બીજા પંચાંગને આધારે પંચમીને બદલે
છઠની વૃદ્ધિ માની લેવામાં આવે તો સંવછરી સંબધી મતભેદ મટી શકે ખરો ? ઉજેઓ પંચમીની વૃદ્ધિ કરવી એગ્ય ન ગણતા હોય તેઓ બીજા પંચાંગને આધારે છઠની વૃદ્ધિ માની લે તો ઝઘડો શાન્ત
થઈ શકે છે. ૩૬. પ્ર. સં. ૧૯૮૯ ની સાલમાં ચંડાશુગંડૂમાં ભાદરવા શુદિ ૫
નો ક્ષય હતો, છતાં બીજા કોઈ પંચાંગમાં ભા. શુ. ૬ નો ક્ષય હોવાથી તેના આધારે ૬ નો ક્ષય માનીને શ્રી વિજયદાન સૂરિજીએ ચોથે સંવછરી કર્યાનું કાઈ કહે છે તે શું સાચું છે ? ઉ. એ કથન પણ સત્યથી વેગળું છે, શ્રી ચંડાશુગંડૂ પંચાંગ માન્ય હોય અને તેમાં ૫ ને ક્ષય હોય તો પંચમીને જ ક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org