________________
૬૩
૨૦. પ્ર. “ભાદરવા શુદિ પાંચમને ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ
મુભા જેવી કહી છે” એમ કહેવાય છે તે શું સાચું છે ? ઉ૦ એ કહેવું સાચું છે, ઉ. શ્રી ધર્મસાગરજીએ ભાદરવા શુદિ પાંચમને મરેલી માતા જેવી અને ચોથને કલ્પવેલડી સરખી કહી છે, વાંચે તેમના નીચે લખેલા કલ્પરિણાવલીના શબ્દો– " मुश्च मृतमातृसदृशीं पञ्चा, स्वीकुरु च कल्पलतासमां चतुर्थी " અર્થ:–“મરેલી માતા જેવી પાંચમને મૂકી દે અને કલ્પવેલડી સરખી ચોથને સ્વીકાર કર.” ઉપર પ્રમાણે ધર્મસાગરજી ભાદરવા શુદિ પંચમીને “મૃત માતા'ની ઉપમા આપીને તેનું નિરુપયોગીપણું બતાવે છે અને ચોથને કલ્પવેલડીની ઉપમા આપીને તેનું કાર્યસાધકપણું જણાવે છે. છતાં નવાઈ જેવું છે કે આજે ધર્મસાગરજીના જ ભક્તો
ચોથને મૂકી પાંચમે સંવષ્કરી કરવાને તૈયાર થયા છે! ૨૧. પ્ર. કોઈ કહે છે કે પં. શ્રી વીરવિજયજી મહારાજે ભાદરવા
શુદિ પંચમીને પર્વની ગણત્રીમાંથી જ બાતલ કરી નાખી છે, તો શું એ કથન સત્ય છે ? ઉ૦ હા, પં. વીરવિજયજી મહારાજે ભાદરવા શુદિ પાંચમ પર્વરૂપ નથી એમ પર્યુષણના ચૈત્યવદનમાં કહ્યું છે, જુઓ તે ચૈત્યવન્દનની નીચેની ગાથા– " नहि ए पर्वी पंचमी, सर्व समाणी चोथे ।
भवभीरु मुनि मानशे, भाख्यु अरिहानाथे । અર્થ:–“ભાદરવા સુદ પાંચમ પર્વી નથી તેમ પાંચમ પણ નથી કેમકે કાલિકસૂરિએ પાંચમની ચોથ કરી તે દિવસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org