________________
૪૫ રાત અને ભાદરવા શુદિ ૧-૨-૩ની ત્રણ રાતે મળી ૫૦ રાત્રિએ ભાદરવા શુદિ ૩ મંગળવારે પૂર્વી થઈ જાય છે, અને ભાદરવા શુદિ ૪ બુધવારે પ૧મો દિવસ આવે છે, તેથી સિદ્ધાન્તના નિયમ પ્રમાણે પણ આ વર્ષે સંવછરી ભાદરવા સુદ ૪ બુધવારે જ આવે છે.
૧૦ પર્યુષણ-પ્રશ્નોત્તર શતકગયા વર્ષથી પર્યુષણ વિષે જે મતભેદ ઉભો થયો છે તેને અંગે નવીન માન્યતાવાળાઓ અનેક કુતર્કો કરીને લોકોને ભ્રમમાં નાખે છે, પરિણામે જ્યાં જાણકાર સાધુઓનો યોગ છે ત્યાંના રહેનારા તો પૂછીને સંદેહ ટાળી શકે, પણ જયાં સમાધાન કરનારાઓનો રોગ નથી ત્યાંના લોકોના મનમાં આવા સંશો રહી જાય એ સ્વાભાવિક છે, તેથી દરેક મનુષ્ય ચાલુ ચર્ચામાં પૂછાતા પ્રશ્નો અને કરાતા તને પ્રમાણપૂર્વક ઉત્તર આપી શકે અને કંઈ નહિ તો પોતે તો સંશયગ્રસ્ત ન જ થાય એવા આશયથી ચાલુ ચર્ચાને લગતા એક ઉપર પ્રશ્નો ઉપજાવીને તેના વાસ્તવિક ઉત્તરો આ પ્રકરણમાં આપ્યા છે, વાચકગણ જે શાન્તચિત્તથી એ પ્રશ્નોત્તરો વાંચશે તો ચાલુ ચર્ચાને ઘણે ખરો સાર સમજી શકશે. (૧) પર્વ અને પર્યુષણ પર્વ વિષે૧. પ્ર. ગયા વર્ષમાં જેણે રવિવાર અને પહેલી પંચમીએ સંવ
છરી કરી હોય તે આ વર્ષે ચોથ ને બુધવારે સંવછરી કરી શકે ? ઉ૦ ખુશીથી કરી શકે, “અરવિ રે વાપ” એ કલ્પસૂત્રના આધારે પહેલાં કરવામાં વાંધો નથી પણ પછી કરવી ન કલ્પે, શ્રી કલિકાચાયૅ પાંચમની ચોથ કરી પણ છઠ ન કરી, એવી જ રીતે ગયા વર્ષે જેઓએ કારણુયોગે પાંચમ ને રવિવારે સંવછરી કરી હોય તેઓ આ વખતે ચોથ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org