________________
પપ
પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પર્વમાં તેને ઉપયોગ કરાતું નથી.
પૂર્વકાલમાં જ્યારે પ્રાચીન-પદ્ધતિનાં ટોપણું બનતાં હતાં ત્યારે પણ દિનગણનાએ તો પાંચ વર્ષમાં માત્ર એકજ સાંવત્સરિક પર્વ પ૦ રાત્રિઓ વ્યતીત થયે આવતું હતું, બાકી ૪ સંવરિએ ૪૯ રાત્રિએ વીત્યે આવતી હતી, છતાં સૂત્રકાર “ રાપ મારે વિતે” એ પાઠથી જ તેનો નિર્દેશ કરતા હતા.
આજકાલના જ્યોતિષ પ્રમાણે પણ દિનગણનાયે સાંવત્સરિક પર્વ ચૌમાસી પછી પૂરી પ૦ રાત્રિઓ વીત્યેજ હમેશાં આવતું નથી, પણ કઈ વખત ૫૦, કઈ વખત ૪૯ અને કોઈ વખત ૪૮ રાત્રિઓ વીત્યે આવે છે. છેલ્લાં ૨૫ વર્ષોમાં જોઈએ તે સંવત ૧૯૭૦–૧૯૭૧–૧૯૭૯-૧૯૮૦ અને ૧૯૮૯ માં ૫૦ રાત્રિઓ વીયે, સં. ૧૯૭૫-૧૯૯૨-૧૯૯૩ માં ૪૮ રાત્રિઓ વ્યતીત થયે અને બાકીના વર્ષોમાં ૪૯ રાત્રિએ વ્યતીત થયે સંવછરી આવી છે, છતાં દર વર્ષે સંવછરી ૫૦ દિવસે કરી એમજ કહેવાય છે, અને કહેવાવું જોઈએ.
આ ઉપરથી એક સિદ્ધાન્ત ફલિત થાય છે, તે એ કે પાક્ષિક ચૌમાસી અને સાંવત્સરિક પર્વોનું કાલમાન દિનગણનાથી નહિ પણ પક્ષગણનાથી કરાય છે, અને પક્ષ હમેશાં પંદર તિથિમય હોવાથી પંદર રાત્રિદિવસ પ્રમાણુ ગણાય છે. પછી ભલે તે ૧૩-૧૪ કે ૧૬ અહોરાત્ર પ્રમાણ હોય છતાં તેનું નિયત પ્રમાણ ૧૫ રાત્રિદિવસનું જ ગણાય છે, અને તે પ્રમાણની ગણત્રીએ જ પાક્ષિકના ૧૫, ચૌમાસીના ૧૨૦ અને સાંવત્સરિકના ૩૬૦ દિવસની ગણના કરવાની રીતિ ચાલે છે.
આપણે ઉપર જોઈ આવ્યા છીએ કે સાંવત્સરિક પર્વે ૫૦ દિવસ વીત્યે થવું જોઈએ, ચાલુ સાલમાં આ હિસાબે ગણતાં આષાઢી ચૌદશ પૂનમની બે રાત્રિઓ વચ્ચેના ત્રણ પખવાડાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org