________________
૫૪
અત્ર એ પ્રશ્ન થઈ શકે કે આષાઢી ચૌદશથી ભાદરવા શુદિ ત્રીજ સુધીમાં કઈ તિથિની વધઘટ ન હોય ત્યારે તો પાંચમ કે ચોથ એકાવનમા દિવસે આવી શકે, પણ કઈ પક્ષમાં તિથિ એછી વધતી આવે ત્યારે એ હિસાબ કેવી રીતે મળી શકે ? એને ઉત્તર એ છે કે–પક્ષમાં તિથિની હાનિવૃદ્ધિથી દિવસની હાનિવૃદ્ધિ હેવા છતાં જૈન શાસ્ત્ર એક પક્ષને પંદર રાત્રિ-દિવસપ્રમાણ જ ગણે છે, જેનું કારણ તિથિઓની પંદર સંખ્યાનું કાયમ રહેવાપણું છે, એક પક્ષ ચાહે ૧૩ દિવસને હોય અથવા ૧૬ દિવસનો છતાં તે પક્ષમાં પણ તિથિઓ તો પંદરજ હોય છે, આ તિથિની સંખ્યા પંદર હેવાથી જ દરેક પક્ષ પંદર દિવસનો ગણવાની જેન શાસ્ત્રની માન્યતા ચાલી આવે છે, અને એ માન્યતાને પ્રામાણિક માનીને જ ચૌદ કે સલ દિવસવાળા પક્ષના પાક્ષિકપ્રતિક્રમણમાં પણ ક્ષામણુવસરે “પરણvઠું નાવિચા” આવો પાઠ બેલાય છે પણ “તેરસ,” છું” અથવા “રોઝv” એવો બેલા નથી.
ઉક્ત સિદ્ધાન્તને અનુસારે જ પક્ષ ૧૫ દિવસને અને માસ ૩૦ દિવસનો માનોને ચૌમાસી પ્રતિક્રમણમાં “પુરવીરëવયા? પાઠ બોલાય છે, જે કે માસવૃદ્ધિના પ્રસંગે દિવસ ૧૪૮ ને લગભગ હોય છે, અને માસવૃદ્ધિ વિનાની ચૌમાસીમાં દિનસંખ્યા ૧૧૮થી ભાગ્યે જ અધિક હોય છે, છતાં પાઠ “ઘાસચવાઇંદ્રિકા” એજ બોલાય છે.
એજ રીતે સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષામણાપ્રસંગે “વલપ મજ્ઞા વરાયણ વિચારવંચિા ” એવો પાઠ બેલાય છે, જો કે કેઈ પણ વર્ષમાં પૂરા ૩૬૦ દિવસો હતા નથી, કેઈ વર્ષે ૩૫૪, કેઈ વર્ષે ૩૫૫ અને માસવૃદ્ધિવાળા વર્ષમાં પ્રાયઃ ૩૮૪ દિવસ હોય છે, છતાં પાઠ ઉપર પ્રમાણે જ બેલાય છે તેથી કહેવું પડશે કે તિથિ, માસ આદિની હાનિવૃદ્ધિ હેવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org