________________
ઉમેદવારેજી તથા શ્રાવક વ્રજલાલ પાનાચંદ તથા ૫. વીરવીજીના ઉપાસરાના જનાર શ્રાવક ગુલાબચંદ ફુલચંદ વગેરે ઘણુ માણસો ભાદરવા સુદ ૧ બે કરી કહે છે ને વળી જે કાગળ ઉપર ભરૂસે રાખે છે તે અસલ કાગળ બતાવતા નથી તેની નકલ બતાવે છે. વળી પં. રૂપવીજેએ તેરસે બે કબુલ કરી એવો કાગળ પણ દેવસૂરના શ્રીજી તેમના લખેલા કાગળને વિશે બતાવતા નથી માટે પં. રૂપવીજેએ બે પડઓ કરી એ વાત સત છે તેથી વીરમગામના કાગળ ઉપર શ્રી સંઘને ભરૂસો રાખી બે તેરસો કરવી જુક્ત નથી. બે પડઓ કરવી તો હીરપ્રશ્ન વીગેરે ગ્રન્થની શાખ બતાવીએ છીએ માટે શ્રી સંઘે બે પડઓ કરવામાં શંકા રાખવી નહીં.” (ડબિલ પેજ ૧-૨ )
એ પછી શ્રી શાન્તિસાગરસૂરિજીએ હીર પ્રશ્ન આદિ ગ્રન્થનાં પ્રમાણ આપીને પોતાની વાતનું સમર્થન કર્યું છે.
શ્રી શાન્તિસાગરસૂરિજી કેવલ હેડબિલ છપાવીને જ બેસી નથી રહ્યા પણ પાટણ વિગેરે સ્થલેએ પત્ર લખીને બે તેરસના ભુલાવામાં ન પડતાં બે એકમે કરવાની સાગરગછના સંઘોને સૂચના પણ કરી હતી એમ તેમના એક પત્ર ઉપરથી જણાય છે.
શ્રી પૂજ્ય શાતિસાગરના ઉક્ત હેડબિલના ખંડનમાં શ્રી વિજયધરણેન્દ્રસૂરિજી તરફથી સંવત ૧૯૩૦ (ગુજરાતી ૧૯૨૯) તા. ૧૩ અગસ્ત ઈ. સ. ૧૮૭૩ ના દિવસે એક હેડબિલ બાહર પડયું હતું. પણ શાન્તિસાગરજીના હેડબિલની યુક્તિયો અને પ્રમાનું ખંડન કરવામાં લેખક સફલ થયા જણાતા નથી.
આક્ષેપે અને શાસ્ત્રપાઠના કલ્પિત અર્થો લખીને શ્રી પૂજ્ય આ હેડબિલ પૂરું કર્યું છે, વાચકગણની જિજ્ઞાસા તૃપ્તિને નિમિત્તે અમે તે હેડબિલને પ્રારંભનો થોડોક ભાગ નીચે આપીયે છીયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org