________________
ઉપરના પ્રશ્નોત્તરથી શ્રી હીરવિજયસૂરિજીના સમયમાં પર્વતિથિની હાનિવૃદ્ધિ વિષયક શી માન્યતા હતી તે ઉપર સ્પષ્ટ પ્રકાશ પડે છે.
હવે આ છઠ તપ સંબધી પ્રશ્ન શા કારણે ઉત્પન્ન થયો છે તે તપાસીયે, સામાન્ય રીતે ગુજરાતી શ્રાવણ વદિ ૧૨ થી પર્યુષણની અઠાહિ બેસે છે અને ભાદરવા સુદિ ૪ ના દિવસે સાંવત્સરિક પર્વની આરાધના થાય છે, આમાં ત્રીજે દિવસે ચૌદશ અને થે દિવસે અમાવસને ક૫ આવતો હોવાથ ચૌદશ-અમાવસનો સીધે છઠ આવવાથી પ્રશ્નને અવકાશ રહેતો નથી, પણ ચૌદશ પછીનો કોઈ પણ આડાહિની તિથિના ક્ષયમાં અઠાહિ વદિ ૧૧ થી બેસી ચૌદશનું પાક્ષિક અને કલ્પવાચના એક દિવસે આવવાથી, તેમજ ચૌદશ પછીની કોઈ પણ તિથિની વૃદ્ધિમાં અઠાહિ વદિ ૧ થી બેસી બીજે દિવસે પાક્ષિક અને ચોથે દિવસે કલ્પવાચના આવવાથી છઠ કયા બે દિવસમાં કરવો? આવી શંકા થવાથી જ પ્રશ્ન ઉઠે છે.
- ઉક્ત પ્રશ્નના કારણોમાં અમાવસ્યાની વૃદ્ધિ પણ એક કારણ જણાવ્યું છે, આથી સિદ્ધ થાય છે કે તે કાલમાં અમાવસ્યાની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિ કલ્પવાનો રિવાજ ન હતો, આજ કાળની માફક તે વખતે અમાવસ્યાની વૃદ્ધિમાં ત્રયોદશીની વૃદ્ધિ કરાતી હોત તે બે અમાવસ્યાને સ્થાને બે તેરો કલ્પતાં ચતુર્દશી ત્રીજે અને કલ્પવાચના ચોથે દિવસે આવવાથી અમાવસ્યાની વૃદ્ધિમાં છઠનો પશ્ન ઉઠત જ નહિ. પણ પ્રશ્ન ઉઠે છે આથી જ જણાય છે કે શ્રી હીરસૂરિજીના સમયમાં અમાવસ્યાની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ હોતી કરાતી.
ઉપર્યુક્ત શ્રી હરિપ્રશ્નના પાઠેથી ત્રણ સિદ્ધાન્ત ખાસ પ્રકાશમાં આવે છે. એક પૂનમના ક્ષયમાં તેને તપ તેરશ કરવાને, બીજે ભાદરવા શુદિ ૫ ના ક્ષયમાં તેને તપ ચેાથમાં ગણવાને અને ત્રીજો અમાવસ્યાની વૃદ્ધિ કાયમ રાખવાને, આ ત્રણ સિદ્ધાન્તોથી આજ કાલની રૂઢિ કેટલી વિરૂદ્ધ છે તે વિચારકગણ જોઈ શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org