SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરસુરિજીએ પૂર્ણિમાના તપ માટે તેરસ અને ચૌદશ બન્નેને નિર્દેશ કર્યો છે. ઉત્તરમાં વપરાયેલ “કો -જંતુર્વઃ ”આ દ્વિવચનાન્ત શબ્દો ઉપરથી કેટલાક આવો અર્થ કાઢે છે કે “પૂર્ણિમાના ક્ષયે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવી’ પરન્તુ આ અર્થ કાઢો પ્રશ્નસંગત નથી, પ્રશ્ન એકલી પૂનમના તપને અંગે છે તેથી ઉત્તરમાં અપાયેલ વ્યવસ્થા પણ પૂનમના તપ સાથે જ સંગત હોઈ શકે, ઉત્તરના અન્તભાગમાં લખાયેલા “કાચાં વિકૃત તુ પ્રતિપત્તિ ” એ શબ્દોથી પણ ત્રાદશીમાં પૂનમના તપની જ વ્યવસ્થા છે એ સ્પષ્ટ થઈ જાય છે. પર્યુષણાની અઠાહિમાં તિથિની ઘટવધ થતાં કલ્પવાચના એક દિવસ પહેલાં પછી આવે તો પાક્ષિક અને કલ્પસંબધી છઠ કેવી રીતે કરવો?. આ પણ એક પ્રશ્ન હીરસૂરિજીને પૂછાયો છે, જેના શબ્દો નીચે પ્રમાણે છે – " तथा यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावस्यादिवृद्धौ अमावस्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्टतपः क्व विधेयम् ? ७ । (अत्रोत्तरभू ) तथा यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्याद्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्वि धीयतामिति कोऽत्राग्रहः । ७।" (શ્રી પ્રશ્ન છુ. ૪૨-૪૬ ) અર્થ– (પ્રશ્ન) જ્યારે ચૌદશના દિવસે કલ્પ વંચાય અથવા અમાવસ્યાંદિની વૃદ્ધિમાં અમાવસ્યા અથવા એકમના દિવસે કલ્પ વંચાય ત્યારે છઠ તપ કયાં કરવો ?, (ઉત્તર-) “જ્યારે ચૌદશે કલ્પ વંચાય” ઈત્યાદિ પ્રશ્નમાં પૂછેલ છઠ તપ કરવામાં દિવસનો નિયમ નથી, ઈચ્છાનુસાર ગમે તે બે દિવસોમાં છઠ કરે, એમાં કઈ આગ્રહ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy