________________
૧૪
કારણ કે ક્ષીણ દ્વિતીયા,
ઉપરના પ્રશ્નમાં પંચમીને અંગે જે પૂછાયું છે તે ભાદરવા શુદિ પંચમીના તપસબન્ધમાં સમજવાનું છે, અષ્ટમી, એકાદશી, ચતુર્દશીની માફક અન્ય ક્ષીણ પંચમીના સંબંધમાં “ ક્ષયે પૂર્વા તિથિ જાર્યા આ અતિપ્રસિદ્ધ નિયમ લાગુ પડતા હાઈ તે સબન્ધુ પ્રશ્ન ઉઠવાનું કઈ કારણ ન હતું પણ પ્રશ્ન ઉઠ્યો છે અને તેનું કારણ ભાદ્રશુક્લ પંચમીની પૂતિથિ પર્યુષણા ચતુર્થાં પરૂપ હોવાથી ‘ ક્ષયે પૂર્વા 'વાલે સામાન્ય નિયમ
આ પંચમીના ક્ષયમાં લાગુ પડી શકે કે કેમ ? આવી શંકા છે, આથી નિશ્ચિતપણે સિદ્ધ થાય છે કે ઉક્ત પંચમીના ક્ષય સંબંધી પ્રશ્ન ભાદરવા શુદિ પંચમીના ક્ષયમાં તેને ચતુર્થીમાં સમાવેશ ન માનતાં તૃતીયાના ક્ષય માનનારાઓએ પેાતાનો ભૂલ સમજી લેવી ઘટે છે.
Jain Education International
""
પ્રશ્નને બીજો ભાગ પૂર્ણિમાના ક્ષયને લગતો છે, કેમકે જેમ પૂનમ પતિથિ છે તેમ તેની પૂતિથિ ચૌદશ પણ પતિથિ છે તેથી પૂનમના ક્ષયમાં ‘ક્ષયે પૂર્વા’ વાળા નિયમ લાગુ પડી શકે કે કેમ ? આવી શંકા ઉત્પન્ન થઈ અને પ્રશ્ન પૂછાયા, અને ઉત્તરમાં શ્રી હીરસૂરિજી મહારાજે ‘ તેરસ અથવા ચૌદશે તપ કરવાનુ” જણાવ્યું, કારણ કે ચતુર્દશી પતિથિ હાઇ તે દિવસે ઘણા ભાગ તપ કરતા હોય છે તેથી પૂર્વાંત ‘ ક્ષયે પૂર્વા ’ના નિયમ લાગુ પડતાં ચતુર્દશીના તપને અંગે નવા પ્રશ્ન ઉભે થશે એમ ધારી પૂજય આચાર્યે પ્રથમથી જ એ તિથિઓને નિર્દેશ કરીને એમ સૂચવ્યું કે જેમને ચૌદશ ઉચ્ચરેલી હાય અથવા તે દિવસે નિયમિત રીતે પાક્ષિકના ઉપવાસ કરતા હોય તે પૂર્ણિમા સબન્ધી તપ તેરશે કરે અને ચૌદશને ચૌદશ માટે રાખે, પરંતુ જેને ચતુર્દશીની આરાધના ન ચાલતી હોય તેઓ ‘ ક્ષયે પૂર્વા 'ના નિયમે પૂર્ણિમાના તપ ચૌદશે કરી લે, એમ ચતુર્દશી અને પૂર્ણિમાના સંયુક્ત આરાધકાને અને કેવલ પૂર્ણિમાના આરાધકોને માસૂચન કરવા માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org