________________
અર્થ –“(પ્રશ્ન) જેણે શુદિ પંચમી ઉચ્ચરેલી હોય તે જે પર્યુષણમાં બીજથી અઠમ કરે તો પંચમીના દિવસે અવશ્યતયા એકાશન કરે કે રૂચિ પ્રમાણે કરે ?
(ઉત્તર) જેણે શુદિ પંચમી ઉચરેલી હોય તેણે મુખ્યપણે ત્રીજથી અઠમ કરવો જોઈએ, છતાં કદાચ બીજથી કરે તો પંચમીના દિવસે એકાશન કરવાને પ્રતિબદ્ધ (આગ્રહ) નથી. જે કરે તો સારું.’
આ પ્રશ્નોત્તરમાં પંચમી ઉચ્ચરેલી હોય છતાં બીજથી પયુંવણાનો આઠમ કરે અને પંચમીને દિવસે છૂટે મુખે ભજન કરે તો પણ પંચમીની પ્રતિજ્ઞાન ભંગ થતો નથી આમ જણાવ્યું છે આથી ભાદરવા શુદિ ૫ મી કરતાં પર્યુષણ ચતુર્થીનું જ મહત્વ સિદ્ધ થાય છે.
પંચમી (ભાદરવા શુદિ) તથા પૂર્ણિમાના ક્ષયમાં આ તિથિએનું તપ કઈ તિથિઓમાં કરવું જોઈયે આ પણ એક પ્રશ્ન દીવબંદરના સંઘ તરફથી શ્રી હીરસૂરિજીને પૂછવામાં આવ્યો હતો જે નીચે પ્રમાણે છે –
" तथा पञ्चमी तिथिस्युटिता भवति तदा तत्तपः कस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां कुत्रेति । अत्र पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी-चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति ।" (श्रीहीरप्रश्न ९०)
અર્થ–પ્રશ્ન) “પંચમી તિથિ તૂટી હોય ત્યારે તેનો તપ કઈ તિથિમાં કરાય?, અને પૂનમ તૂટી હોય તો કયાં કરાય ? (ઉત્તર) ઈહાં પંચમી તૂટી હોય તો તેને તપ પૂર્વતિથિમાં કરાય છે અને પૂર્ણિમા તૂટી હોય તે તેને તપ તેરસ ચૌદશે કરાય છે, જે તેરસે ભૂલી જવાય તો પૂર્ણિમાનો તપ પ્રતિપદામાં પણ કરાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org