SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ખબર ન હતી, પણ જ્યારે વૈશાખ શુદિ પહેલી બારસે શેઠ નગીનભાઈ કરમચંદ અને જીવતલાલ પ્રતાપશી અમદાવાદ આવ્યા ત્યારે જ જામનગરમાં શી વાત થઈ રહી છે તેની અમને ખબરે પડી હતી. ૯૦ પ્રશેઠ નગીનદાસે અને જીવતલાલે તમને શાસ્ત્રાર્થ સંબંધી એગ્રીમેન્ટ ઉપર સહી કરવાનું કહ્યું તેની સાથે ખંભાત આવવાનું જણાવ્યું હતું ? ઉ૦ હા, હારી ખંભાતમાં જરૂર પડશે એમ તેઓએ જણાવ્યું હતું, પણ હું યોગમાં લેવાથી પૂ. પા. શ્રીઆચાર્ય મહારાજે ખંભાત મોકલવા વિષે તદ્દન અશકયતા બતાવી હતી અને સાથે જ શાસ્ત્રાર્થની ચોજના અમદાવાદ ખાતે રાખવાનું સૂચવ્યું હતું, જેના ઉત્તરમાં તે ગૃહસ્થાએ બનતા પ્રયાસ અમદાવાદ ખાતે શાસ્ત્રાર્થની ગોઠવણ કરવા કબૂલ કર્યું હતું. ૧ પ્ર૦ જ્યારે તહારું ખંભાત જવું અશકય હતું તો પછી શાસ્ત્રાર્થના એગ્રીમેન્ટ ઉપર સહી કેવા વિચારથી કરી હતી ? ઉં. તે એગ્રીમેન્ટ શાસ્ત્રાર્થ કરનારી વ્યક્તિઓ પૂરતું જ ન હતું પણ શાસ્ત્રાર્થનું પરિણામ સ્વીકારનાર માટે પણ તેમાં સહી કરવાને અવકાશ હતો, એ કારણથી જ જામનગરના આચાર્યો તરફથી પાંચ સહીઓ લાવવાની ભલામણ થઈ હતી, જે તેમાં શાસ્ત્રાર્થ કરનારાઓની જ સહી લેવાનું હોત તો વયોવૃદ્ધ આચાર્યથી વિજયસિદ્ધિસૂરીશ્વરજીની સહી લેવાને આગ્રહ જામનગરના આચાર્યો ન કરત, આથી ખુલ્યું હતું કે તે સહીઓ શાસ્ત્રાર્થના અંતે જે સર્વસમ્મત નિર્ણય થાય તે કબૂલ કરવાની પ્રતિજ્ઞારૂપે હતો અને એજ ભાવનાથી અમોએ સહી કરી આપી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy