________________
૮૮
૮૬ પ્ર. તમે અમદાવાદ આવ્યા તે વખતે શ્રી નેમિસુરિજી અમ
દાવાદમાં હતા એમ “સમયધર્મ' પત્રમાં લખ્યું છે તે શું બરાબર છે ? ઉ૦ સમયધર્મનું તે લખાણ પાયા વગરનું છે, કેમકે અમે સં. ૧૯૯૩ ના માગશર શુદિ ૧૩ ના દિવસે અમદાવાદ આવ્યા હતા, જ્યારે શ્રી નેમિસૂરિજી તે પૂર્વે લગભગ બે અઠવાડીયા ઉપર અમદાવાદથી વિહાર કરી ગયા હતા. પ્ર. ગયા વર્ષમાં શ્રી સાગરાનન્દસૂરિજીની સાથે તહારે શાસ્ત્રાર્થની વાત થઈ હતી ખરી ? ઉ૦ ગયા ચોમાસામાં મહારે શ્રી સાગરાનંદજીની સાથે પત્ર વ્યવહાર થયો તે દરમિયાન મેં શ્રી સાગરાનન્દસૂરિજીને જણાવ્યું હતું કે “આપણુ વચ્ચેનો પત્રવ્યવહાર કઈ મધ્યસ્થ જ્યોતિષી પંડિતની પાસે મોકલીને નિર્ણય કરાવી લઈએ, પણ શ્રી સાગરાનન્દસૂરિજીએ આમાં જ્યોતિષી પંડિતની જરૂર નથી
એમ જણાવ્યું હતું. ૮૮ પ્ર. આ વર્ષે પાછી શાસ્ત્રાર્થની વાત કેવી રીતે ચાલી ?
ઉ. આ વર્ષે પાછી શાસ્ત્રાર્થની વાત કેવી રીતે ચાલી તેને મહને જાતિ અનુભવ તે નથી પણ પાટણવાલા સંધવી શેઠ નગીનદાસ કરમચંદે મુંબઈ સમાચારના અધિપતિને આપેલ ઈટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે શાસ્ત્રાર્થની વાત પાછી ગયા શિયાળામાં ખંભાત મુકામે શ્રી નેમિસૂરિજીના મુખથી નિકળી
હતી પણ તેનું પરિણામ જણાયું ન હતું. ૮૯ પ્ર. જામનગરમાં શાસ્ત્રાર્થ વિષે પાછી વાતચીત ચાલી તેની
તમને ખબર હતી : ઉ૦ જામનગરમાં શાસ્ત્રાર્થ વિષે વાત ચાલ્યાની અમને કશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org