________________
૭૭
પ્રાચીન–પદ્ધતિના પંચાંગમાં પણ તિથિની હાનિવૃદ્ધિ થતી હતી એમ સ્વીકારે. બેમાંથી એક વાતનો સ્વીકાર કર્યા સિવાય
તેમનો છૂટકારે નથી. ૫૫. પ્ર. પૂર્વે આપણે જેને પંચાંગમાં પર્વતિથિની હાનિવૃદ્ધિએ
પર્વતિથિનીજ હાનિવૃદ્ધિ લખાતી કે તે પહેલાંની અપર્વતિથિની ? ઉ. પૂર્વે જેને સૂત્રોને આધારે બનતાં અને લૌકિક પંચાંગને આધારે બનતાં દરેક જૈન પંચાંગે માં જે તિથિના વૃદ્ધિ હાનિ આવતો તેની જ લખાતી, દાખલા તરીકે સં. ૧૮૭૦ની સાલમાં શ્રાવણ વદિ અમાવસનો ક્ષય હતો અને લૌકિક પંચાંગને આધારે બનેલ જૈન પંચાંગમાં પણ ક્ષય જ લખ્યો હતો. તેજ વર્ષમાં ભાદરવા શુદિ ૪ બે હતી અને બે જ લખી હતી, તેજ વર્ષમાં આસો જ શુદિ ૮ બે હતી અને ૧૫ નો ક્ષય હતો તે તે ક્ષયવૃદ્ધિ બંને કાયમ રાખ્યાં હતાં, અને સાતમે
ઓલી બેસાડી આઠમો બે કરી ચૌદશે તે પૂરી કરી હતી. ૫૬. ચંડાશુગંડૂ પંચાંગમાં સંસ્કાર કરીને તે ઉપરથી જેન પંચાંગ
બનાવવાનું કઈ કહે છે તો શું સંસ્કાર આપવાની વાત સાચી છે ? ઉ૦ સંસ્કારની વાત નિરાધાર છે, પંચાંગ બને છે તે વખતે જ જ્યાં જે સંસ્કાર આપવાના હોય તે અપાઈ જાય છે,
પાછળથી કોઈ સંસ્કાર આપી શકાતા નથી. ૫૭. પ્ર. શ્રી ઉમાસ્વાતિનું “ચે પૂર્વ તિથિ વા. વૃદ્ધ
વાર્યા તથા '' એ વચન પંચાંગમાં સંસ્કાર કરવાનું નથી જણાવતું ? ઉ૦ ભગવાન ઉમાસ્વાતિનું ઉક્ત વચન સંસ્કાર કરવાનું નથી જણાવતું પણ પર્વતિથિની હાનિવૃદ્ધિમાં તેનું પર્વકૃત્ય ક્યાં કરવું તેની વ્યવસ્થા કરવાનું જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org