________________
અત્રે એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે, ‘તિથિનો ક્ષય એટલે તિથિનો નાશ નથી અને તિથિની વૃદ્ધિ એટલે તિથિનું બેવડાપણું નથી. એક સૂર્યોદય બાદ શરૂ થયેલી તિથિ, બીજા સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય. તિથિનો ક્ષય અને એક સૂર્યોદયને સ્પર્શીને શરૂ થયેલ તિથિ બીજા સૂર્યોદયને પણ સ્પર્શીને સમાપ્ત થાય તેને તિથિની વૃદ્ધિ કહેવામાં આવે છે. આમ હોવાથી પક્ષમાં ૧૩, ૧૪, ૧૫ કે ૧૬ દિવસ આવે પણ તિથિ તો પંદર જ હોય. તેવી જ રીતે ચોમાસામાં ૧૧૮ દિવસ આવે અને વર્ષમાં ૩૫૪ દિવસ આવે તો પણ તિથિ તો અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ જ હોય. એ કારણે જ પક્ખી, ચોમાસી અને સંવત્સરી ખામણામાં દિવસો ઓછાવત્તા હોવા છતાં તિથિની અપેક્ષાએ પન્નરસ રાઈંદિયાણં, એકસો વીસ રાઈંદિયાણં અને ત્રણસો સાઠ રાઈંદિયાણં બોલાય છે. પક્ષનો, માસનો કે વર્ષનો બ્રહ્મચર્યાદિનો નિયમ લેનારે પક્ષના ૧૪ દિવસ, માસના ૨૯ દિવસ કે વર્ષના ૩૫૪ દિવસ હોય તેથી તેણે પક્ષ, માસ કે વર્ષનો નિયમ પૂરો પાળ્યો નથી એમ ન કહેવાય.
આજે એક એવો ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે કે, ‘બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ.' પરંતુ શ્રી શ્રાદ્ધવિધિ, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, કલ્પસૂત્રની ટીકાઓ, પ્રવચનપરીક્ષા, તત્ત્વતરંગિણી આદિ અનેક ગ્રંથોના ઉલ્લેખો એ માન્યતાને કલ્પિત અને ખોટી ઠરાવે છે. બાર પર્વતિથિ માટે બાર દિવસ ઉભા રાખવા જતાં શુદ્ધ ઉદયમાં પ્રાપ્ત થતી ચૌદશ જેવી પર્વતિથિઓનો, ભાદરવા સુદ ચોથ જેવી મહાપર્વ તિથિનો તેમજ કલ્યાણકો આદિ અનેક તિથિઓનો વિચ્છેદ થઈ જાય છે. જે શાસ્ત્રાજ્ઞાથી તદ્દન વિપરીત છે.
બીજી એક વાત એવી પણ ચલાવવામાં આવે છે કે, બે આઠમ, બે ચૌદશ વગેરે બોલાય જ નહિ. આ રીતે બે આઠમ આદિ બોલીને પહેલી આઠમે કે પહેલી ચૌદશે આરાધના ન કરો તે કેમ ચાલે ? આની સામે શ્રી કલ્પસૂત્ર સુબોધિકા, કલ્પકિરણાવલી, કલ્પકૌમુદી, કલ્પદીપિકા આદિ કલ્પસૂત્રની સઘળી ટીકાઓમાં આવતા ઉલ્લેખો બહુ સ્પષ્ટ છે. તેમાં જણાવે છે કે, ‘જેવી રીતે બે ચૌદશ હોય ત્યારે પહેલી ચૌદશને છોડીને બીજી ચૌદશે ચૌદશની આરાધના કરવામાં આવે છે. તે જ રીતે બે ભાદરવા હોય ત્યારે પહેલો ભાદરવો છોડીને બીજા ભાદરવામાં પર્યુષણા કરવા.' વળી નવાઈની વાત તો એ છે કે બે ચૌદશ બોલાય જ નહિ. એવું કહેનારા ભાદરવા સુદ-૪ બે બોલી શકે છે, બે બોલીને પહેલી ભાદરવા સુદ-૪ના સંવત્સરીનું કાર્ય કરતા નથી, આ જ નિયમ આઠમ, પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org