SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરીની ઉદયાત્ ‘ઉદયંમિ જા તિહી’ એ વચનથી કરાતી સાચી આરાધનામાંથી એકલા પૂ. સાગરજી મહારાજ જુદા પડતા હતા. તેઓ ભળી જશે અને પર્વતિથિની આરાધના અંગે ક્ષયવૃદ્ધિમાં અનુદયાત્ પર્વતિથિની આરાધના થતી તે ભૂલ ચાલી આવતી હતી તે સુધરી જશે એવી આશા હતી. પરંતુ વિ. સં. ૧૯૮રના સંવત્સરીના પ્રસંગે સાચું માનવાવાળા પણ સાચું છોડી ખોટે માર્ગે ચડી ગયા. પછી ઉદયાત્ સંવત્સરી માનનારા સમુદાયોએ સંવત્સરીની સાચી આરાધના હતી તે સાથે બીજી પર્વતિથિઓની સાચી આરાધના ચાલુ કરી. આ માટે પૂ. આ. વિ. સિદ્ધિસૂરીશ્વરજી મ. કહેતા કે, અત્યાર સુધી ચોપડેલાની આશાએ લખું ખાતા હતા પણ આ તો ચોપડેલું મળવું તો દૂર રહ્યું અને લખું ભોજન પણ ગયું. તો હવે પછી શા માટે ખોટું કરવું? અર્થાત્ એકલા સાગરજી મ. જુદા પડતા તે સમજી જશે અને આગળ જતાં સકલ સંઘ પર્વતિથિઓની આરાધના સાચી કરશે. પણ આ તો સાચી આરાધના કરનારા જ પોતાની માન્યતા છોડી વિ. સં. ૧૯૯૨માં સાગરજી મ. સાથે જુદી જુદી માન્યતા પકડી એક દિવસે સંવત્સરી કરવા ભળી ગયા. એટલે ક્ષય વૃદ્ધિ પ્રસંગે પર્વ તિથિઓની સાચી આરાધનાની આશા તો દૂર રહી પણ ઉદયાતુ-સાચી સંવત્સરી પણ તેમણે છોડી દીધી, હવે એ સર્વ પર્વતિથિની સાચી આરાધનાની આશા રહી નહિ તો પછી આપણે સંવત્સરીની જેમ પર્વતિથિઓ સાચી આરાધવી જોઈએ. વાચકો ! વિચારજો, બરાબર વિચારજો અને શાંતિ માટે સત્ય પ્રાણ શોધી કાઢજો ‘શિવમસ્તુ સર્વજગત' પરિશિષ્ટ-૩ પરિશિષ્ટ : ૩ માં તિથિના પ્રશ્નમાં સુવિહત શાસ્ત્રાનુસારી પરંપરાની આરાધના કરનાર મહાપુરુષોમાં મહત્ત્વની વ્યક્તિ તરીકે સુપ્રસિદ્ધ પરમ પ્રવચન પ્રભાવક પૂ. યાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીનું તિથિના પ્રશ્નમાં મનનીય મંતવ્ય પ્રગટ થયેલ છે, તે પણ ખૂબ જ માનપૂર્વક વાંચવા વિચારવા વાચક વર્ગને વિનંતી છે, જેથી પૂ. યાદ આચાર્યદેવશ્રી જે પક્ષનું સમર્થન આ પ્રશ્નમાં કરી રહ્યા છે, તે કેટકેટલો સ્પષ્ટ રીતે શાસ્ત્રાનુસારી ને સુવિહિત છે, તે સચોટ જાણી શકાય. ૭ - - mતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy