________________
દુ:ખ સાથે લખવું પડે છે કે એ વિચારાતું નથી કે જે વચન શાસ્ત્ર અને પરંપરાથી પુષ્ટ હોય તે વચનનો સ્વીકાર કરતાં આરાધકે અચકાવું જોઈએ નહિ અને એજ ભાવથી અમે પણ આ લખાણ શાસ્ત્ર અને પરંપરાથી વિપરીત હોય તો છોડતાં અચકાશું નહિ.
આ સત્ય ઇતિહાસને નહિ જાણનારા લોકો પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી મ.ની ભૂલ છે એમ માની પણ લે, પરંતુ ખરી હકીકત એ છે કે, તિથિના પ્રશ્નમાં તેમણે ચાલી આવતી માન્યતાને અનુસરવાનું ચાલુ રાખ્યું છે, જ્યારે બીજા પોતાની માન્યતાથી ખસી ગયા છે એટલે ચાલી આવતી ઉદયાત્ ચોથની સંવત્સરીને ફેંકી દેનારાઓએ આ ભૂલ કરી છે અને તેથી સકલ શ્રી સંઘમાં એ સમયના ઐક્યને તેમણે તોડ્યું છે એમ સિદ્ધ થાય છે.
આ કારણે પોતાની માન્યતા છોડી ખોટી માન્યતાને સ્વીકારનારાઓએ પોતાની ઉદયાત્ ચોથની માન્યતાને સ્વીકારીને ભૂલને સુધારી લેવી જોઈએ અને એથી ખરેખરી આરાધનાનો માર્ગ ચાલુ કરી દેવો જોઈએ અને સંઘમાં સંવત્સરીની એકતા સ્થાપવી જોઈએ. તેમની આ ઉદયાત્ ચોથના સ્વીકારની શુભ પ્રવૃત્તિ સકલ સંઘને અભિનંદનીય બની રહેશે.
વાચકો ! આ લેખ વાંચીને પૂર્વગ્રહમાં ન પડતા, તેમ છંછેડાઈ પણ ન જતા, તમને તિથિના પ્રશ્નોનો નિકાલ લાવવાનો ગમતો હોય તો આ લેખ હજી ફરી એક વાર બે વાર વાંચી જજો અને સાચી આરાધના અને સંઘની એકતા ક્યાંથી તૂટી છે એ જાણી સાચી આરાધના સંઘની એકતા ક્યાંથી સાધવા યોગ્ય છે, તે વિચાર કરજો. પુન: પુન: આ લેખનું મનન કરજો. તમે ગમે તે માન્યતા ધરાવતા હો પરંતુ પૂર્વગ્રહ વિના આ લેખ એક ઐતિહાસિક સત્ય રૂપે વાંચી મનન કરી તિથિના પ્રશ્ને કોણે અને ક્યાં ભૂલ કરી છે તે જાણવા પ્રયત્ન કરજો તેમજ એ ભૂલ સુધરે અને શ્રી સંઘ એક જ દિવસે સાચી આરાધના કરે તેવા કાર્યમાં સંમિલિત થઈ કાર્ય કરજો અને તટસ્થતાથી એ કાર્યમાં તમે ભાગ લેશો.
આ રીતે સત્ય સંશોધન કરી ઉદયાત્ સંવત્સરીની સાચી આરાધનાની ખોજ તમે કરશો તો તમામ પર્વ તિથિઓની સાચી આરાધના અંગે પણ સત્ય તમે તારવી શકશો.
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
Jain Education International
For Private & Personal Use Only
૭૫
www.jainelibrary.org