________________
પૂ. શાંતિચંદ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. મંગલપ્રભસૂરિજી મ. નો સમુદાય (પૂ. કનકપ્રભસૂરિજી મ.)
વગેરે પૂ. અમૃતસૂરિજી મ. નો સમુદાય વગેરે (પૂ. જિનેન્દ્રસૂરિજી મ.) પાંચમા ક્ષયે છઠનો ક્ષય કરીને ઉદયાત્ ચોથે આરાધના કરનાર પૂ. નેમિસૂરિજી મ. નો સમુદાય પૂ. પ્રતાપસૂરિજી મ. નો સમુદાય પૂ. વલ્લભસૂરિજી મ. નો સમુદાય પૂ. ઓંકારસૂરિજી મ. નો સમુદાય પૂ. ભદ્રકરસૂરિજી મ. નો સમુદાય પૂ. વિક્રમસૂરિજી મ. નો સમુદાય પૂ. ભુવનભાનુસૂરિજી મ. નો સમુદાય પૂ. રાજેન્દ્રસૂરિજી મ. નો સમુદાય પૂ. કલાપૂર્ણસૂરિજી મ. નો સમુદાય વગેરે
વિ. સં. ૨૦૨૮, ૨૦૩૩ અને ૨૦૪૨ની સંવત્સરીની આરાધનાના ઉપરોક્ત કોઠા જોતાં પણ સ્પષ્ટ થાય છે કે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજ અને તેમના સમુદાયે શાસ્ત્રોક્ત ઔદયિકી સંવત્સરીની વિરાધના ક્યારે પણ નથી કરી, પરંતુ આરાધના જ કરી છે.
આ આમ ગમે તે કારણે પણ સમજુ અને સમર્થ ગણાતા પૂજ્યોએ પણ વિ. સં. ૧૯૯રમાં ભાદરવા સુદ-૫ની વૃદ્ધિના પ્રસંગે ઔદયિકી ચોથ છોડી અને તે જ સમુદાયોએ સં. ૨૦૧૩માં ભાદરવા સુદ-૫ના ક્ષયના પ્રસંગમાં પણ ઔદયિકી ચોથને છોડી. આમ ઔદયિકી ચોથની સંવત્સરીની વિરાધના ન કરતાં આરાધના કરવી જોઈએ એ વાત આમ ઘણા સમુદાયોએ છોડી દીધી.
જ્યારે સેંકડો વર્ષની સંવત્સરી પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી મ. શ્રીએ તોડી કે ઉડાવી, આવી વાતો કરવી એ ઉપરના સત્ય અને ઐતિહાસિક પ્રમાણ અને પ્રવૃત્તિને જાણનારા-અનુભવનારાઓને સત્યથી વેગળી જણાયા વિના રહેશે નહિ. તેઓ જ વિચારે કે સેંકડો વર્ષની સંવત્સરી કઈ છે ? વિ. સં. ૨૦૦૪ની કે વિ. સં. ૨૦૧૩ની ? ૭૪- - - અભ્યર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org