________________
પરિશિષ્ટ-૨
પરિશિષ્ટ : ૨ મો સંવત્સરી મહાપર્વની શાસ્ત્રીય સુવિહિત પરંપરામાન્ય પ્રણાલીમાં ગાબડું પાડીને જૈન સંઘમાં ઠેઠ યુગપ્રધાન કાલિકસૂરિજી મહારાજના સમયથી ચાલી આવતી ઔદયિક ચોથ સંવત્સરી મહાપર્વની આરાઘનાને મૂકીને વિરાધનાનું મહાપાય આચરી સંઘમાં વિગ્રહ ઉભો કરવાના શ્રીગણેશ (2) કોણે માંડ્યા : તેનો સ્પષ્ટ ઇતિહાસ અને સમાલોચના છે.
સંવત્સરી પર્વની આરાધનાને અંગેની ઐતિહાસિક સમાલોચના : લેખક - પૂ. આચાર્યશ્રી જિતેંદ્રસૂરીશ્વરજી મ. સા.
ભૂલ કોઈને ગમતી નથી. પોતે કરેલી ભૂલ પોતાને નામે આવતી હોય તે પણ ઈષ્ટ લાગતું નથી, બલ્ક પોતાની ભૂલ પણ જો બીજાને નામે ચડી જતી હોય કે ચડાવી શકાતી હોય તો આજના પંચમકાલની છાપને પામેલા જીવોને આંચકો આવતો નથી. અહીં ભૂલ અંગે વિચારણા કરવાની છે તે કોઈ વ્યક્તિગત ભૂલ માટે નથી. પરંતુ વર્તમાનમાં તિથિની આરાધના અંગે પ્રસ્ત ચાલી રહેલ છે, તે અંગેની ભૂલની વિચારણા કરવાની છે.
એક વાત સર્વત્ર વહેતી મૂકવામાં આવી છે કે, 'પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ ચાલી આવતી પરંપરાને છોડી સંવત-૧૯૯૨થી નવી પરંપરા ચાલુ કરેલી છે. સકલ સંઘની અનુમતિ લીધા વિના તેમણે આ પગલું ભર્યું છે. તેમની એ ભૂલથી સંઘમાં ઝઘડો ચાલી રહ્યો છે. આ વાત અંગે તથ્થાંશ શું છે એ શોધવાનો અને પ્રમાણ સહિત તેનો નિર્ણય કરવાનો આ લેખ દ્વારા અત્રે પ્રયત્ન કરવાનો છે. ૦ સંવત્-૧૯૯૨માં ભાદરવા સુદ-૫ બે હતી તે સમયે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી મ. ની શાસ્ત્રીય માન્યતા ધરાવતા પક્ષે ઉદયા, ચોથે સંવત્સરીની આરાધના કરી હતી. બે પાંચમને એમ જ રહેવા દઈ પ્રથમને ફલ્થ માની બીજી પાંચમે પંચમી તિથિનું આરાધન કર્યું હતું. તેમણે આ રીતે કરાવેલું આરાધન ચાલી આવતી પ્રણાલિકાથી જુદું છે કે નહિ ? તે જોઈએ.
-
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
~-
~~
~-~~
-~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org