________________
જ્યારે પાક્ષિક વગેરે તિથિ પડે – ક્ષય પામેલી હોય ત્યારે પૂર્વપહેલી તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ. પણ અગ્ર-પછીની તિથિમાં તે ક્ષય પામેલી તિથિનું કાર્ય કરવું જોઈએ નહિ, કારણ કે જે તિથિનો ક્ષય છે, તેની અગ્ર-પછીની તિથિમાં ક્ષય તિથિની ગંધ સરખીયે નથી. ઈતિ અવચૂણિમાં, તેમજ શ્રી વિધિપ્રવાદ ગ્રંથમાં પણ પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચક જણાવે છે કે, ક્ષયમાં પૂર્વતિથિ લેવી અને વૃદ્ધિમાં પછીની ગ્રહણ કરવી. શ્રી વીર
પ્રભુનું મોક્ષકલ્યાણક લોકના અનુસાર કરવું. (૧૨) શ્રી શાંતિસાગરજી મ. નું હેન્ડબીલા
વિ. સં. ૧૯૨૯ "श्रावण वद-१३ बे मुकरर करी, ए बात घणा लोकोना सांभलवामां आवी, तेथी विस्मय पाम्या के आ अजुकतुं न करवानुं शुं कर्यु के उदयात् चउदश लोपी" (૧૩) શ્રી સિદ્ધચક્ર (પાક્ષિક) :
પ્રશ્નોત્તરદાતા – આચાર્ય શ્રીમત્સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પ્રશ્ન-૭૭૬ : સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે કે બીજ, પાંચમ, અગીયારસ, ચૌદશ, અમાવાસ્યા અને પૂણિમા જે પર્વતિથિઓ તરીકે ગણાય છે તેનો ક્ષય હોય નહિ એ હકીકત શું સત્ય છે ?
“સમાધાન – જ્યોતિન્કંડરક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહિ, કેમકે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ, બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પર્વતિથિઓનો ક્ષય ન થતો હોય તો હવે પૂર્વી તિથિઃ ા એવો શ્રી ઉમાસ્વાતિજનો પ્રઘોષ પણ હોત નહિ."
(વર્ષ : ૪, અંક-૪, પૃ. ૯૪) પ્રશ્ન-૮૩૯ઃ બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ?
“સમાધાન – શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષકંડક આદિ પ્રકરણોને અનુસાર સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ — — —૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org