________________
હોય તેને લક્ષ્યમાં લઈને તે પ્રમાણે વહેલા કે મોડા પર્યુષણ શરૂ કરાય છે. માનો કે ચોથથી માંડીને પાછલી તેરસ(બારસ) સુધીમાં કોઈપણ તિથિની વૃદ્ધિ હોય તો તેરસથી પર્યુષણાની શરૂઆત કરવી પડે છે અને કોઈપણ તિથિની હાનિ હોય તો અગીયારસથી જ પર્યુષણાની શરૂઆત કરવી પડે છે. પર્યુષણાની બેસવાની તિથિ પલટે પણ પાક્ષિક અને સાંવત્સરિક તિથિઓ જે ચૌદશ અને ચોથ છે તે પલટે જ નહિ.
(સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૧૦-૨૦, પૃ. ૪૫૪) કઈ પરંપરા માન્ય ન ગણાય ?
જે પરંપરાના આચારરૂપી જીત આચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય, તેમ જ શિથિલાચારી અને પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે જીત આચરવા લાયક નથી.
(સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૧૫, પૃ. ૩૪૮)
છેલ્લે... છેલ્લે... જૈન શાસનમાં એ નિયમ છે કે કેવળજ્ઞાની મહાત્માઓ પણ ભગવાનના નામે જ બધી વાતો કહે છે. અરે ! ખુદ ભગવાન પણ કહે છે કે, જે અનંતા તીર્થકરો કહી ગયા છે. તે જ હું પણ કહું છું અને જે હું કહું છું તે જ ભવિષ્યમાં અનંતા તીર્થકરો કહેવાના છે. શાસ્ત્રમાં જે વાત મળે તેમાં શાસ્ત્ર સિવાયની વાત અમારાથી ન કહેવાય....
સંઘમાં મોટો ભાગ અજ્ઞાન છે. તેના ઉપર દ્વેષ કરતા નહિ, નિદા કરતા નહિ, વિધ્ધ કરતા નહિ, તેમને તેમના રસ્તે જવા દેજો. સમજવું હોય તેને જ સમજાવવા પ્રયત્ન કરજો.......
જૈન શાસનનું આચાર્યપણું ખરેખર ધરાવતા હોઈએ તો બીજું તો અમારાથી ન થાય તો ન કરીએ પણ શાસ્ત્રથી વિરૂદ્ધ વાતમાં હરગીજ ‘હાન ભણીએ તે ન જ ભણીએ..
(પૂ. પ્રવચનકારશ્રીજી)
૪૮
-
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org