________________
પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે શું કરવું ? :
પ્રશ્ન-૭૭૭ : જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિને પ્રમાણ કરવી. એમ જે શાસ્ત્ર અને લોકોક્તિ બન્નેથી સંમત છે, તેનું એકમાદિ તિથિએ સૂર્યોદય છતાં તેને બીજ આદિપણે માનવાથી પ્રમાણિકપણું કેમ રહેશે ?
સમાધાન : જે તિથિમાં સૂર્યોદય થાય તે તિથિ પ્રમાણ ગણવી. એ શાસ્ત્ર વચન કે લોકોક્તિ તિથિના અલ્પબહુ ભોગવટા માટે તેમ જ પ્રથમ તિથિમાં તે પર્વની તિથિના પ્રવેશની આરાધ્યતા નહિ ગણવા માટે છે, અર્થાત્ બીજ આદિને દિવસે સૂર્યોદય પછી બીજ ઘડી બે ઘડી હોય અને અઠ્ઠાવન-ઓગણસાઠ ઘડી ત્રીજ વગેરે હોય છતાં બીજની તિથિ વગેરેમાં સૂર્યોદય થયો. માટે તે આખી તિથિ બીજ આદિ તરીકે ગણાય. વળી એકમ વગેરેની તિથિ માત્ર ઘડી બે ઘડી હોય અને બીજ વિગેરે અઠ્ઠાવન-ઓગણસાઠ ઘડી હોય તો પણ તેને એકમ તરીકે જ ગણાય. આટલા માટે જ જે તિથિમાં સૂર્યોદય થાય, તે જ તિથિ વ્રત, પચ્ચક્ખાણ વગેરેમાં પ્રમાણભૂત ગણાય એમ જણાવેલ છે, પણ સૂર્યોદયવાળી તિથિ જ પ્રમાણ ગણવી. આ નિયમ તિથિની હાનિ કે વૃદ્ધિને અંગે લાગુ પાડી શકાય જ નહિ, કારણ કે પર્વતિથિનો ક્ષય જ ત્યારે હોય તેમાં સૂર્યોદય હોય જ નહિ, માટે ક્ષયને સ્થાને સૂર્યોદયવાળી તિથિ લેવી, એમ કોઈપણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના ક્ષયની વખતે તો માત્ર તે પર્વતિથિનો ભોગવટો જ લેવાય ને તેથી જ ક્ષયે પૂર્વા તિથિઃ વાર્યા એમ કહેવાય છે. વળી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તો તે બન્ને તિથિઓમાં સૂર્યોદય હોય છે અને બે સૂર્યોદયને ફરસવાળી જ તિથિને વધેલી તિથિ ગણાય છે, તો તેવી વધેલી તિથિમાં સૂર્યોદયવાળી તિથિનો નિયમ રહી શકે નહિ, પણ જેમ દરેક તિથિઓમાં તિથિઓના ભોગવટાની ઘડીનો હિસાબ નહિ લેતાં સૂર્યોદયનો હિસાબ લઈ તત્ત્વથી પૂર્ણતાવાળી તિથિને જ આરાધ્ય ગણી, તેવી રીતે વધેલી તિથિમાં પણ પૂર્ણતાવાળી તિથિ બીજી જ હોય. માટે સૂર્યોદયના નિયમને ધ્યાનમાં રાખી બીજી તિથિ જ વૃદ્ધિમાં આરાધ્ય ગણાય તે સ્વાભાવિક જ છે.
(સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૪, પૃ. ૯૪-૯૫)
પન્નરસė વગેરે પાઠની સમજણ :
ધ્યાન રાખવું કે પક્ખીમાં એકમ વિગેરે તિથિઓ વધી અગર ઘટી હોય એટલે તૂટી અગર બેઘડી થઈ પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે. એટલે એમ કહેવું પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org