________________
ઉમાસ્વાતિ વાચકજી મહારાજનો પ્રઘોષ શ્રાદ્ધવિધિ વગેરેમાં હોત નહિ !!! અર્થાત્ હોય, તે પર્વતિથિનો ક્ષય થવો સંભવિત છે, પણ તે તિથિને અંગે કરાતો તપ અને ક્રિયા વગેરે ઉડાડી દેવાય નહિ, પણ તે બધું પહેલાની તિથિમાં કરવું પડે. ભાદરવા સુદ-૫ એ પણ એક પર્વતિથિ છે અને તેના અંગે થતી તપસ્યા અને ક્રિયા ઉડાડી શકાય જ નહિ. (સિદ્ધચક્ર, વર્ષ-૧, અંક-૨૧, પૃ. ૪) બીજ આદિ પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રીય છે !
પ્રશ્ન-૮૩૯ : બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન શાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ?
સમાધાન : શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જયોતિકરંડક આદિ પ્રકરણોને અનુસાર સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે. પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે.
(સિદ્ધચક્ર, વર્ષ-૧, અંક-૧, પૃ. ૭) ચૌદશ-અમાસ પણ બે હોઈ શકે છે !
પ્રશ્ન-૭૬૧ : ‘પર્યુષણાની થોયમાં વડાકલ્પનો છઠ્ઠ કરીને એ વગેરે વાક્યો આવે છે, તો કલ્પસૂત્રના દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ જ આવવો જોઈએ, એવી રીતે છઠ્ઠ કરવો જોઈએ એમ ખરું કે ? અને આ વર્ષમાં (વિ. સં. ૧૯૯૧માં) છઠ્ઠ ક્યારે કરવો ?
સમાધાન : શ્રી હીરસૂરિજી મહારાજે દીઘેલા અને શ્રી કીર્તિવિજયજી મહારાજે સંગ્રહીત કરેલા હીર પ્રશ્નોત્તરમાં ચતુર્દશી અમાવાસ્યા કે પ્રતિપદ્ (પડવા) આદિની વૃદ્ધિમાં છઠ્ઠ ક્યારે કરવો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ચોખા શબ્દથી જણાવે છે કે – “પર્યુષણા કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો નહિ, અર્થાત્ બે ચૌદશો હોય, તો પહેલી-બીજી ચૌદસનો પણ છઠ્ઠ થાય છે. બે અમાવાસ્યા હોય તો તેરસ-ચૌદશનો છઠ્ઠ થઈ બીજી અમાવાસ્યાએ એકલો ઉપવાસ કરવો અને બે પડવા હોય તો પણ તેરસ ચૌદસનો છઠ્ઠ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય.
(સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૨૧, પૃ. ૫૦૭) -પર્વતિથિ વૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ-અ---૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org