________________
એવા પ્રકારની લેખિત કબૂલાત આપવી જોઈએ કે – “આ પ્રશ્નને અંગે અત્યાર સુધીમાં અમે જે કાંઈ કર્યું છે, કરીએ છીએ અને માનીએ છીએ, તેને અંગે કશો જ પૂર્વગ્રહ રાખીશું નહિ. બધા પૂર્વગ્રહને છોડી દઈને કોઈ વાતનો શાસ્ત્રાધારથી નવેસરથી નિર્ણય કરવાને બેઠા હોઈએ, એ રીતે અમે આ પ્રશ્નને અંગે વિચારણા કરીશું. અમારી પાસેના શાસ્ત્રાધારો અમે રજૂ કરીશું અને બીજાઓ જે શાસ્ત્રાધારોને રજૂ કરશે તે જોઈશું. પછી દિલ ખોલીને વાત કરીશું. સઘળાય ભગવાનના સાધુ છીએ, એમ સમજીને સાધર્મિક તરીકે બેસીશું ને વિચારોની લેવડ-દેવડ કરીશું. મનોભેદ રાખીશું નહિ અને મનોભેદ થાય તેવું કરીશું નહિ. એમ વાત કરતાં જો બધા એકમત થઈ જશે, તો એ દિવસને મહાઆનંદનો દિવસ માનીશું, પણ કદાચ અમે બધા એકમત થઈ શક્યા નહિ અને સૌને પોતપોતાનું મંતવ્ય જ શાસ્ત્રસંમત લાગ્યા કર્યું, તો અમે ભવિષ્યને માટે સારી આશા રાખીને સારી રીતે છૂટા પડી જઈશું. કોણે શું કહ્યું અને કોણે શું રજૂ કર્યું, એ વગેરે વાત કદી પણ કોઈને કરીશું નહિ. તેમ જ તે પછી આ પ્રશ્નને અંગે પાછો વિક્ષેપ વધે એવું પણ કાંઈ જ કરીશું નહિ.” આવા ભાવાર્થની લેખિત કબૂલાત આપવા સાથે સુશ્રાવક કસ્તુરભાઈને જણાવવું જોઈએ કે – ‘તમો આવી રીતે અમો સર્વ મળીએ એવી ગોઠવણ કરો. જો આવી રીતે વાત કરવાને બેસવાની સૌની તૈયારી હોય તો, અમારી એમ કરવામાં પણ સંમતિ જ છે.
અમારી વાત તો એટલી જ છે કે – કશા પણ નિયમ વિના ભેગા થઈને બેઠા, એમાં પૂર્વગ્રહ રાખીને વાત કરતાં નિરાકરણ આવી શકે નહિ અને પછી વિક્ષેપ વધ્યા વિના રહે નહિ, એટલે એવી કોઈ પણ પ્રવૃત્તિમાં સાથ આપવાનો અમારો વિચાર નથી.
જેઓના હૈયામાં બની શકે તો વિક્ષેપને યોગ્ય રીતે મીટાવવાની જ ભાવના છે અને કોઈ પણ રીતે વિક્ષેપ વધવા પામે એવી ભાવના નથી તેઓને જો ભેગા બેસીને વાત કરવામાં લાભ જણાતો હોય તો સુશ્રાવક કસ્તુરભાઈને આવી કબૂલાત લખી મોકલવામાં વાંધો લાગે જ નહિ. જો આવું બનતું હોય, તો બધાને મળવાની ગોઠવણ કરવાનું સુશ્રાવક તરીકેનું પોતાનું કર્તવ્ય અદા કરવાની વાતમાં સુશ્રાવક કસ્તુરભાઈ ના પાડે, એ બનવાજોગ લાગતું નથી.
હજુ ચોમાસુ બેસવાને એક મહિનાથી અધિક સમય છે અને ચોમાસાના ચાર મહિના છે. એટલે એ સમય દરમ્યાન આ કરવું હોય તો આ પણ થઈ શકે એવું
---પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --
-
-
—
--૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org