________________
છે. તમે આ વાત જણાવવા જેવા સ્થળે જરૂર જણાવી શકો છો, કે જેથી જેઓને બહારથી પણ આવવું હોય તેઓ આવી શકે. આવી કોઈ સ્થિતિ ઉભી થશે અને એને અંગે જરૂર પડશે તો, વ્યાખ્યાન પણ બંધ રાખીને વાત કરવાને અમે તૈયાર થઈશું. ‘ચર્ચા થઈ ગઈ છે અને શાસ્ત્રસંમત નિર્ણય આવી ગયો છે.' એમ કહીને અમે આ પ્રશ્નના સંપૂર્ણ નિરાકરણ માટેની કોઈ પણ વ્યાજબી યોજનામાં સાથ આપવા માગતા નથી – એવું છે જ નહિ. શાસ્ત્રસંમત નિર્ણય સર્વસંમત બને, એને માટેના દરેક વ્યાજબી માર્ગને અપનાવવાની પૂરેપૂરી તૈયારી છે. ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવાને પણ અમે તૈયાર છીએ અને વાતો કરવી હોય તો વાતો કરવાને પણ અમે તૈયાર છીએ, પરંતુ ખોટી હો-હા મચે અને શાસનની ફજેતી થાય એવું કંઈ જ કરવાને અમે તૈયાર નથી. એટલે જો કોઈ આડુઅવળું બોલે અને એમ કહે કે – આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની અમારી ઇચ્છા નથી, તો તમે કહી શકો કે એ વાત ખોટી છે. આ પ્રશ્ન એવો નથી કે – થોડું તમારું રહ્યું અને થોડું અમારું રહ્યું, એવી બાંધછોડ થઈ શકે. શાસ્ત્રનો જાણકાર એવું કહી શકે નહિ કે – સંવત્સરી ગમે તે દિવસે કરો.
સભા : શાસનને માનનાર મોટો વર્ગ વિરોધ કરે છે, તેનું કારણ શું ? વિરોધ કરનારા બધા એક જ માન્યતાવાળા છે એવું નથી. સંવત્-૧૯૯રમાં જેઓ એક દેખાતા હતા, તેઓ સંવત્-૨૦૦૪માં નોખા પડેલા દેખાયા ને ? ૨૦૦૪માં અમદાવાદમાં શું બનેલું, તેની તમને ખબર છે ને ? ભાદરવા સુદ પાંચમ બે હોય, ત્યારે એમાંના કેટલાક બે ચોથ માને છે અને કેટલાક બે ત્રીજ માને છે, પણ બેયને પહેલી પાંચમે ચોથ માનવાનું આવી જાય છે અને એમ દિવસ એક આવતાં તેઓ એક દેખાય છે. આટલાં વર્ષો ગયાં, પણ તેઓ શાસ્ત્રાનુસાર શું માનવું જોઈએ-એનો નિર્ણય કરી શક્યા નથી. એ તો ભાદરવા સુદ પાંચમનો ક્ષય બાર વર્ષે આવ્યો, પણ જો એ વહેલો આવ્યો હોત તો વહેલો ભેદ જણાઈ આવત. પાંચમના ક્ષયે જેઓ ચોથ-પાંચમ ભેગાં માને અને જેઓ છઠનો ક્ષય માને તેઓને સંવત્સરીનો દહાડો એક આવે. વાત એ છે કે વસ્તુત: કોઈ વર્ગ મોટો નથી. આજે આ વાતમાં વધુ ઉતરવું નથી. આ પ્રશ્તનું સર્વસંમત નિરાકરણ આવ્યું નથી, એમાં સમાજની અજ્ઞાનતા પણ કારણરૂપ છે. કહે છે કે બે આઠમ કે આઠમનો ક્ષય વગેરે હોય ? પણ એ ન હોત તો ક્ષય-વૃદ્ધિમાં શું કરવું એની વ્યવસ્થા જ ન હોત.
– આર #
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org