________________
જ છે. સામા પણ કદાચ એમ કહે, એટલે બન્નેનો નિર્ણય એ હોવો જોઈએ કે – એક બીજા તરફથી અપાતા આધારોને જોવા છે, એનો તોલ કરવો છે અને જે માન્યતા શાસ્ત્રસંમત લાગે તે સ્વીકારવી છે. વિચાર કરવાને એકલા જ બેસીએ. સાથે બેયને પ્રતિજ્ઞા કે જે કાંઈ વાત થાય તે જો બન્ને સંમત થઈએ તો જ બહાર મૂકીએ, નહિ તો જીંદગીભર શી વાત થઈ ને કેમ વાત થઈ – એ વિષે કોઈને ય કાંઈ જણાવીએ નહિ. એવી પ્રતિજ્ઞા જો કરીએ નહિ, અથવા એવી પ્રતિજ્ઞા કરવા છતાં પાળીએ નહિ, તો વિક્ષેપ વધે જ. બધાએ સાથે બેસીને નિર્ણય કરવો હોય તો ય તૈયાર
હવે ધારો કે ચર્ચા ય કરવી નથી અને આવી રીતે ખાનગીમાં બેસીને ય વિચારણા કરવી નથી. છતાં પણ મનમાં જો એમ હોય કે – “આ પ્રશ્નનું શાસ્ત્રાધારીપૂર્વકનું વ્યાજબી નિરાકરણ આવી જાય તો સારું' તો એનો પણ ઉપાય નથી એવું તો નથી જ. આજે કેટલાકો કહે છે કે – “બધા ભેગા થઈને બેસો, વાતો કરો, એકબીજાની વાતોનો ખુલાસો કરો અને એમ કરીને સર્વસંમત નિર્ણય ઉપર આવો' આવી કોઈ ગોઠવણ કરવાની મરજી હોય, તો એ બાબતમાં શું કરવું જોઈએ, એ પણ જણાવી દઉં, શાસ્ત્રસંમત નિર્ણય સર્વસંમત બને. એ માટે જે કોઈ યોગ્ય ઉપાયો હોય તેમાં સાથ આપવા માટે અમે સદા તૈયાર રહ્યા છીએ અને હજુ પણ એ માટે તૈયાર જ છીએ, માત્ર આ વાત એટલી જ છે કે – હરકોઈ ઉપાય એવી રીતે અમલમાં મૂકવો જોઈએ કે – ઉપાયનો અમલ કરતાં અન્ય કોઈ વિક્ષેપ ઉભો થવા પામે નહિ અને આ પ્રસ્તનો નિર્ણય કદાચ ન પણ લાવી શકાય તો ય આ પ્રશ્નને અંગે કોઈ પણ પ્રકારે વિક્ષેપ વધવા પામે નહિ. પરિણામ આવે તો સારું જ પરિણામ આવે, પણ અત્યારે જે સ્થિતિ છે તેમાં કોઈ વિક્ષેપ વધે એવું તો બને જ નહિ, એટલી તકેદારી રાખવી જોઈએ. એટલે કહેવું પડે છે કે – આજે એમ ને એમ બધા ભેગા થઈને બેસીએ, વાતો કરીએ અને શાસ્ત્રસંમત નિર્ણયને સર્વસંમત બનાવીને વિક્ષેપને ટાળી શકીએ, એવી સ્થિતિ દેખાતી નથી. એનાથી તો ઊલટું ઘણું અનિષ્ટ પરિણામ જન્મવાની ખૂબ જ આશંકા રહે છે. એનું કારણ કહેવાથી પણ વિક્ષેપ વધવાનો સંભવ છે, માટે એનું કારણ કહેતો નથી. એટલે જો આવી રીતે સૌએ મળીને વાત કરવી હોય તો પણ અત્યારના સંયોગોમાં સુશ્રાવક કસ્તુરભાઈની દરમ્યાનગીરી સ્વીકારવી આવશ્યક લાગે છે. એ માટે પહેલાં તો સૌએ સુશ્રાવક કસ્તુરભાઈને
૪૦૨ - - ૬૦ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org