________________
બનેલા પ્રસંગને લઈને વધારે ખાત્રી માગે, પણ તેમની દરમ્યાનગીરીથી આ પ્રશ્નનું જો છેવટનું નિરાકરણ આવી જશે એમ લાગે, તો શ્રી સંઘમાં ચાલુ રહેલા વિક્ષેપને દૂર કરવાના આશયથી, આ કામને ફરીથી હાથ ધરે એ બનવાજોગ છે. આવતા વર્ષમાં કલકત્તા પહોંચવાની ભાવનાને અંગે, આ વર્ષે અત્રેથી આશરે ૨૫૦-૩૦૦ માઈલ જઈને ચોમાસું કરવાની ભાવના હતી, પરંતુ કેટલાક સંજોગોને કારણે આ ચોમાસું અહીં કરવાનો નિર્ણય કરવો પડ્યો છે અને ચોમાસું ઉતર્થે તરત વિહાર કરવાની ભાવના છે.
શ્રી આત્મારામજી મહારાજ સંવત્-૧૯૫૨માં કાળધર્મ પામ્યા હતા અને પહેલાં કહ્યું તેમ સંવત્-૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમના ક્ષય અંગે ચોથ ઉદયતિથિએ જ સંવત્સરી કરવાનો પ્રસંગ બન્યો હતો. એ વાત આજે કહેવાની હોઈ, ભેગાભેગી આ વાત પણ કહેવી એવો વિચાર થયો કે, જેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની વાતો કરનારાઓને પ્રયત્ન કરવાની યોગ્ય તક મળે. આ પ્રશ્ન અંગે જેમને ચર્ચા કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય, તેઓ સુશ્રાવક કસ્તુરભાઈને નિયામક તરીકે વચ્ચે રાખવાનો નિર્ણય કરીને સુશ્રાવક કસ્તુરભાઈને એ હકીકત જણાવે અને ચર્ચા માટે ગોઠવણ કરવાનું કહે. એ અપેક્ષાએ આજે હું જાહેર કરું છું કે – જો કસ્તુરભાઈ મને ફરીથી ચર્ચા કરવાનું કહે, તો એમની એ વાતનો સહર્ષ સ્વીકાર કરવા હું તૈયાર છું. લેખિત કહે તો લેખિત, લેખિત મંડન તથા ખંડન થયા પછી એના આધારે મૌખિક કહે તો મૌખિક, ખાનગીમાં કહે તો ખાનગીમાં અને જાહેરમાં કહે તો જાહેરમાં. જે રીતે આ પ્રશ્નનું શાસ્ત્રાધારોપૂર્વક વ્યાજબી નિરાકરણ આવી શકે તેમ હોય અને કાંઈ પણ નહિ ઇચ્છવાજોગ બનાવ બનવા પામે એવી શક્યતા જણાય નહિ, એવી દરેક રીતે સુશ્રાવક કસ્તુરભાઈની દરમ્યાનગીરીથી ચર્ચા કરવા હું તૈયાર છું.
અંગત વિચારણા માટે ય તૈયાર
ચર્ચા કરવી ન હોય અને સમજી-સમજાવીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો તેમાં પણ મને વાંધો નથી. પહેલાં કે પછી, કશો જ આડંબર કર્યા વિના, ખાનગીમાં, શાસ્ત્રાધારોપૂર્વક જે કોઈ સમુદાયના આગેવાનને આ પ્રશ્નની વિચારણા કરવી હોય, તેઓ જો મને જણાવે, તો તેમને મળીને વિચારણા કરવાને પણ હું તૈયાર છું. અમારી ખાત્રી છે કે અમારી માન્યતા શાસ્ત્રસંમત
-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ્જ
Jain Education International
For Private & Personal Use Only
૩૯
www.jainelibrary.org
।