________________
ફરી ચર્ચા થાય એવી હોય તો એ માટે શું કરવું જોઈએ ?
આમ સંવત-૧૯૯રમાં વિક્ષેપ વધી જતાં, એને અંગે ચર્ચાની વાતો તો ઘણી ય થઈ, પણ એમાં કાંઈ વળ્યું નહિ. વાતો માત્ર વાતો જ રહી ગઈ. ચર્ચા થઈ નહિ અને એથી નિર્ણય પણ આવ્યો નહિ. એ પછીથી અવસર આવ્ય સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈની દરમ્યાનગીરીથી ચર્ચા થવા પામી. ચર્ચાને અંતે પંચનો નિર્ણય પણ આવી ગયો. એ નિર્ણયને સામા પક્ષે કબૂલ નહિ રાખવાથી, સુશ્રાવક કસ્તુરભાઈને એક નિવેદન કરવું પડ્યું, જેમાં તેમણે દુ:ખપૂર્વક એ વાત જાહેર કરી કે, ફક્ત મમત્વને વશ થઈ મતાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબૂલાત નાકબૂલ કરે છે અને એક સજ્જન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે, તે યોગ્ય નથી.'
કસ્તુરભાઈને તો તમે ઓળખો છો ને ? કસ્તુરભાઈ જેવા માણસ વચ્ચે હોવા છતાં પણ અને જે નિર્ણય આવે તેને સ્વીકારવાની કબૂલાત લખી આપેલી હોવા છતાં પણ, નિર્ણય આવ્યો તો ય સામા પક્ષે માન્ય રાખ્યો નહિ અને એવી સ્થિતિ ઊભી કરી કે, કસ્તુરભાઈને નિવેદન કરીને સાચી સ્થિતિની જાહેરાત કરવી પડી. કસ્તુરભાઈએ તો જે કામ ઉપાડ્યું તે પાર પાડ્યું અને પછી ન પહોંચાયું એટલે ખસી ગયા. સાંભળ્યું છે કે એ વાતનું એમને એટલું બધું દુઃખ થયું કે એમણે આવા કામમાં ફરીથી નહિ પડવું, એવું નક્કી કરી લીધું છે.
કસ્તુરભાઈ ભલે ઉપાશ્રયે ઓછું આવનાર છે અને કેટલીક ધાર્મિક બાબતોમાં એમને જરૂરી સમજણ ન પણ હોય, પરંતુ એક વાત અમે અનુભવી છે કે ગમે તેવી વિષમ સ્થિતિમાં કહેવાજોગી વાત કહી શકે છે અને જે કામ હાથમાં લે તેમાં પોતાને સમજાય તે રીતે પણ પોતાની જવાબદારીનો ખ્યાલ રાખે છે. આ વાતનો, હું ધારું છું ત્યાં સુધી, કોઈ ઈન્કાર નહિ કરે, એટલે હું કહું છું કે – અમે તો ચર્ચા પણ કરી ચૂક્યા છીએ અને એનો નિર્ણય પણ આવી ગયેલો છે, છતાં પણ જો કોઈને એમ લાગતું હોય કે – 'બીજી વાર ચર્ચા થાય.' તો જેમને ચર્ચાનો પ્રસંગ ઉભો કરવાની ભાવના હોય, તેમણે કસ્તુરભાઈને જણાવવું જોઈએ. જે સમુદાય લખી બોલીને ફરી ગયો છે, તે સમુદાયમાંના કોઈ આવી વાત કરે તો કસ્તુરભાઈ એ તરફ લક્ષ્ય ન આપે તે સ્વાભાવિક છે, પરંતુ અન્ય સમુદાયોના આગેવાનો જો એક થઈને કસ્તુરભાઈને ચર્ચાની ગોઠવણ કરવાનું અને વચ્ચે નિયામક તરીકે તેમને રહેવાનું જણાવે, તો કસ્તુરભાઈ કદાચ પહેલાં ૩૮- - - - જમ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org