________________
સંયોગવશાત્ પણ શાસ્ત્રને આંખ સામે રાખીને, સંવત્સરી ભાદરવા સુદ ચોથે કરી. કોઈ કહેશે કે – “કારણે ચોથ કરી, પણ પછી પાંચમે કેમ ન ફેરવાય?” પણ શાસ્ત્રનું વિધાન એવું છે કે – ચોથે એક વાર કર્યા પછીથી પાંચમે સંવત્સરી થાય જ નહિ. એક પણ તિથિ આગળ તો જવાય જ નહિ. ખુદ યુગપ્રધાન પણ તે પછીથી ચોથની પાંચમ કરી શકે નહિ.
જો એક વાર ચોથે સંવત્સરી કર્યા પછી પાંચમે સંવત્સરી થઈ શકતી હોત, તો આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીસ્વરજી મહારાજા સંવત્સરીની તિથિ તરીકે ચોથને પ્રવર્તાવત નહિ. પરંતુ શાસ્ત્રના નિયમને બાધ આવતો હોવાથી અને જે કોઈ આગળ જાય તે વિરાધનાના પાપનો ભાગીદાર થાય તેમ હોવાથી, ત્યારથી ચોથે સંવત્સરી નિયત થઈ. શાસ્ત્રના નિયમને અબાધિત રાખવા માટે ચોથ કાયમ રાખી, એટલે સંવત્સરીને લગતા ૫૦-૭૦ દિવસોના નિયમને જાળવવા માટે ચોમાસી પૂનમે થતી હતી તે ચૌદશે નિયત કરી ત્યારથી ત્રણ ચોમાસીમાં પષ્મીનો સમાવેશ પણ થઈ ગયો. અંચલગચ્છાદિને કેટલોક વખત થયો ? એ કાંઈ સો-બસો વર્ષોથી જ પડેલા ભેદો નથી. એમાં કેટલીક વાર મહિનાફેર પજુસણ આવે છે ને ? આવો મોટો ફેર કેમ ટાળી શકાયો નહિ ?
જ્યારે જૈન પંચાંગો હતાં, ત્યારે પોષ અને અષાઢ માસ સિવાયના મહિનાઓ વધતા નહિ, પણ જૈન પંચાંગનો વિચ્છેદ થતાં લૌકિક પંચાંગને સ્વીકારવું પડ્યું અને એથી લૌકિક પંચાંગમાં આવતા બે શ્રાવણ, બે ભાદરવા આદિનો સ્વીકાર કરવો પડ્યો, જ્યારે બે શ્રાવણ કે બે ભાદરવા આવે છે, ત્યારે પ૦ દિવસોને બદલે ૮૦ દિવસોએ આપણે સંવત્સરી કરીએ છીએ. આસો અગર કાર્તિક મહિના બે હોય તો સંવત્સરીથી ૭૦ ના બદલે ૧૦૦ દિવસે ચોમાસી આવે અને આપણે તે ય માનીએ છીએ. આમ શાસ્ત્ર માસની ક્ષય-વૃદ્ધિને અંગે કહેલા નિયમને જાળવવા માટે ૩૦ દહાડાને પણ આપણે નકામા ગણી કાઢીએ છીએ અને જ્યારે તિથિની વૃદ્ધિ આવે ત્યારે એક દિવસ નકામો ન ગણાય ? ક્ષયવૃદ્ધિને અંગેનો જે શાસ્ત્રીય નિયમ માસને અંગે લાગુ પડે છે. તે જ નિયમ તિથિને અંગે લાગુ પડે છે. માસની ક્ષય-વૃદ્ધિ માટે નિયમ જુદો અને તિથિની ક્ષય-વૃદ્ધિ માટે નિયમ જુદો – એવું શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનું કોઈ વિધાન છે જ નહિ અને માસની કે તિથિની ક્ષય-વૃદ્ધિ એક જ નિયમ લાગુ પડે છે એવું સ્પષ્ટ વિધાન શાસ્ત્રમાં છે.
૩
-50 અલ- આ
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org