________________
વિ. સં. ૧૫ર, ૧૯૬૧ અને ૧૯૬રમાં
તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે કેમ કરવું, એ અંગે આપણા પૂર્વના મહાપુરુષોના ગ્રંથોમાં ઘણા સ્પષ્ટ ખુલાસાઓ છે. પણ વચલા કાળમાં કેટલીક ગેરસમજો ફેલાવા પામી અને એથી ગેરરીતિઓ પણ ચાલવા માંડી. એમાં જે મહાપુરુષની (પૂ. આત્મારામજી મહારાજની) આપણે આજે વાતો કરી, તે મહાપુરુષ જે સાલમાં કાળધર્મ પામ્યા, તે વિ. સંવત્-૧૯પરમાં સંવત્સરીની તિથિના દિવસને અંગેનો પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. તે સમયે શાસ્ત્રનુસારીરીતિને સાચવવાનો સુયશ જેમ આ સ્વર્ગસ્થ મહાપુરુષને ફાળે જાય છે, તેમ તે સમયે અને તે પછીથી પણ શાસ્ત્રાનુસારી રીતિને સાચવવાનો સુયશ અત્રે બિરાજમાન શ્રીસંઘસ્થવિર, વયોવૃદ્ધ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજને ફાળે પણ જાય છે.
વિ. સંવત-૧૯૫૨માં આપણા સમાજને સર્વાનુમતે માન્ય ચંડાશુગંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. એ વખતે ભરૂચના સુશ્રાવક અનુપચંદભાઈ, કે જેઓ તે સમયે એક પીઢ સુશ્રાવક ગણાતા હતા, જેમની સંઘમાં તત્ત્વવેત્તા તરીકેની ખ્યાતિ હતી, જેમણે અનેક તાત્વિક પ્રસ્તોના અનેકોને ખુલાસાઓ આપેલા, જે ગ્રંથ રૂપે પ્રગટ થયેલ છે અને જેમનું વચન બને ત્યાં સુધી સાધુઓ પણ ઉત્થાપતા નહિ, કેમ કે – એ જે વાત કહે તે માનવા જેવી જ વાત કહે, એવી છાપ હતી. તેમણે ભાદરવા સુદ પાંચમના ક્ષયના સંબંધમાં શ્રી આત્મારામજી મહારાજને પૂછાવ્યું. એ કાળમાં શ્રી આત્મારામજી મહારાજ એવા બહુશ્રુત મુખ્ય હતા કે – શાસ્ત્રીય બાબતોમાં જ્યારે પૂછવું પડે, ત્યારે સુશ્રાવક અનુપચંદભાઈ શ્રી આત્મારામજી મહારાજને પૂછાવતા હતા. શ્રી આત્મારામજી મહારાજે ભાદરવા સુદ પાંચમનો ક્ષય માન્ય રાખવામાં સંમતિ જણાવી. બીજા પણ બહુશ્રુતોએ ચોથ-પાંચમ એક દિવસે જ ગણી ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી કરવી એમ જણાવેલું.
મૂળ તો સંવત્સરી ભાદરવા સુદ પાંચમની હતી, પણ યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાથી સંવત્સરીની તિથિ તરીકે ભાદરવા સુદ ચોથ પ્રવર્તી. એ વખતે ભાદરવા સુદ પાંચમ અને ચોમાસીની ત્રણ પૂનમો, એ મહાપર્વો ગણાતાં. ૫ખ્ખી તો પહેલેથી જ ચૌદશે હતી. આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજ યુગપ્રધાન હોઈને, તેઓશ્રીએ,
-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- —
—
–
૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org