________________
તિશિદિન અને પર્વારાધન સંબંધી મંતવ્યભેદને અંગેની કેટલીક વાતો
આજના વ્યાખ્યાનનો સમય તો પૂરો થઈ જવા આવ્યો છે. પરંતુ આજે આપણે એક આરાધક, રક્ષક અને પ્રભાવક મહાપુરુષની વાત કરવા બેઠા છીએ, એટલે વર્તમાનમાં જે એક શાસ્ત્રીય વાત વધુ વિવાદાસ્પદ બનેલી ગણાય છે, તેને અંગે પણ વાત કરી લઈએ. વળી એ વાત સાથે આ મહાપુરુષનો પણ સંબંધ છે. તિથિદિન અને પર્વારાધન સંબંધી મંતવ્યભેદને લગતી એ વાત છે.
કેટલાકોનું કહેવું એમ થાય છે કે – “આ પ્રશ્નનું જો છેલ્લું નિરાકરણ આવી જાય, તો શ્રી સંઘમાં, ખાસ કરીને સાધુ સમાજમાં એકતા સ્થપાઈ જાય અને એમ થાય તો જે કેટલાંક કામો એકતાથી કરવાની જરૂર છે, તે કામો એકતાથી થઈ શકે.” જે સમયે આ મંતવ્યભેદ આટલો વિશદ નહોતો બન્યો, તે સમયે કેટલી એકતા હતી અને શાસનના કટોકટીના પ્રશ્નોમાં પણ બધાએ સાથે રહીને કેટલું કર્યું હતું ને કેટલું નહોતું કર્યું, એ અમે જાણીએ છીએ અને તમારાથી પણ પ્રાયઃ એ વાત સાવ અજાણી નહિ હોય. આજે આ પ્રશ્નનું નિરાકરણ આવી જવા પામે તો ય, કેવી એકતા સધાશે અને બધા સાથે રહીને શું કરશે, એ વિષે કાંઈ કહેવાનો અર્થ નથી. આમ છતાંય, આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે વ્યાજબી નિરાકરણ સૌને માટે આવી જતું હોય, તો અમે તેમાં અમારાથી બનતો બધો જ સાથ આપવાને તૈયાર છીએ.
આ પ્રશ્નને અંગે સો સત્યને સમજે, સત્યને સ્વીકારે અને સત્યને આચરનારા બને, એવા પ્રકારના સમાધાનની ઈચ્છા તો અમને. આજે સમાધાનની વાતો કરનારાઓના કરતાં દશ ગુણી છે એમ નહિ, સો ગુણી છે એમ નહિ, હજાર ગુણી છે એમેય નહિ, પણ સર્વગુણી છે. શ્રી સંઘમાં વિક્ષેપ ઉભો રહે, એવું અમે કદી પણ ઈશ્ય નથી. અમે તો આ પ્રસ્તને અંગેનો ય વિક્ષેપ દૂર થાય તો સારું, એ દૃષ્ટિથી આ પ્રશ્નનો નિર્ણય લાવવાના પ્રયત્નમાં પૂરેપૂરો સાથ આપેલો અને નિર્ણય આવી પણ ગયેલો છે.
૩૪ ----કે
પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org