________________
તા
શાસ્ત્રાધારે કરાતી વાતોને સાંભળવા તૈયાર જ છુંઃ
જૈન શાસનનો એ નિયમ છે કે કોઈપણ નવી વાત આવે તો સાંભળવી, સમજવી અને વિચારવી. કોઈપણ નવી વાત શાસ્ત્રાધારે કરાતી હોય તો સાંભળવા, સમજવા અને પૂરવાર થાય તો મારી વાત છોડી દેવા પણ તૈયાર છું.
જો તેઓ પોતાનું ખોટું સમજી માનભેર છોડવા માગતા હોય તો તેવો માર્ગ અપનાવવા પણ હું તૈયાર છું. પરંતુ કજીઓ વધે એવું કંઈ કરવા હું તૈયાર નથી. તમે પણ કજીઓ વધે એવું કાંઈ કરીને, જિનાજ્ઞાની વિરાધના અને દુર્લભબોધિના ભાગી બનતા નહિ.
હું તો કહું છું કે સંઘના પચાસ આગેવાનો આગળ આવે. બંને પક્ષના આચાર્યો પાસે પાંચ પાંચ વખત જવાનું નક્કી કરે અને જાહેર કરે કે, “જેનું સાચું લાગશે તેવું માનીશું. કોઈપણ પક્ષનો મોહ કે દ્વેષ નથી.” અમે લખી આપીએ એ વાત લઈને સામા પક્ષની પાસે જાય. તેઓ લખી આપે તે વાત લઈને અમારી પાસે આવે, પુનઃ અમે લખી આપીએ તે લઈને ત્યાં જાય. આમ ત્રણવાર થાય એટલે સાચું જરૂર સમજાશે. એવી મને શ્રદ્ધા છે. પણ આજે કોઈને સમય કાઢવો નથી અને કજીઆની વાત કરવી છે. ગમે તેમ કરીને સમાધાન કરતાં રહ્યા હોત, તે દિગંબરોની સાથે બેઠા હોત કે સ્થાનકવાસી-તેરાપંથી સાથે બેઠા હોત તો આ તપગચ્છ હોત ખરો ? અમે પટ્ટક કરીને આપવાદિક આચરણા કેમ શરૂ કરી ?
સંઘમાં આજે કજીયો બહુ પેસી ગયો છે. આગેવાનો આજે કજીયો કરવામાં પડ્યા છે. કોઈની સાન ઠેકાણે નથી. ધર્મની વાતમાં સાધુ નહીં બોલે તો કોણ બોલશે ? શાસ્ત્રવિરુદ્ધની વાતને તાબે ન થવાય. ખોટાને છોડવું જ પડે.
સભા ઃ આપ સાચા છો તો પટ્ટક કરીને વિ. સં. ૨૦૨૦થી આપવાદિક આચરણા શરૂ કેમ કરી ?
ઉત્તર : “લખું ખાય તે ચોપડ્યાની આશાએ" તેમ એ પટ્ટક સહેતુક કર્યો છે. એમાં “અભિયોગ' શબ્દ વાપર્યો છે. તેનો ગૂઢાર્થ તમને સમજાવાય તેમ નથી, પણ સામો પક્ષ ઈરાદાપૂર્વક નીચો જાય છે. તે પટ્ટક ઉપર પણ જરા વિચાર કર્યો હોત તો આ પ્રકરણ ક્યારનું પતી જાત. જુઓ તેના શબ્દો :
૩
- - - - - પર્વતિચિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org