________________
[વિ.સં. ૨૦૨૦ગ્ના અપવાદિક આચરણા પટ્ટકમાં શાસ્ત્રીય સત્યની ઉદ્ઘોષણા
“તિવિદિત અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વોપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયશ્મિ” તથા “ક્ષયે પૂર્વાના નિયમ અનુસાર તિથિદિત અને આરાધન દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. આમ છતાં પણ અભિયોગાદિ કારણે અપવાદપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં સકળ શ્રી શ્રમણ સંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહીં ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પુનમઅમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રી સંઘમાં ચૌદશ, પુનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક જ દિવસે થાય. આ એક આપવાદિક આચરણા છે. માટે શ્રી સંઘ માન્ય પંચાંગમાં જ્યારે જયારે ભાદરવા સુદીપની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવાની અને તે જ પ્રમાણે બાકીની ૧૨ પર્વમાંની તિથિઓ તથા કલ્યાણકાદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. આ પટ્ટક મુજબ આપણે તથા આપણાં આજ્ઞાવર્તી સર્વ સાધુસાધ્વીએ ઉપર જણાવ્યા મુજબનો શ્રી સંઘનો નિર્ણય થાય નહિ
ત્યાં સુધી આ પ્રમાણે જ વર્તવાનું છે.” પ્રબળ શાસ્ત્ર પ્રમાણ કોઈ આપે તો તે સ્વીકારવા હું તૈયાર છું:
આ બધું વાંચ્યા પછી સામો પક્ષ બેસી રહે તે ચાલે ? અને બેસી રહે એનો અર્થ એ કે એ વિચાર કરવા તૈયાર નથી. એમણે તો નિર્ણય કર્યો છે કે વિચાર કરવો જ નથી.
-
પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
-
-- -- --
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org