________________
ભાવાર્થ :- માતા જે છે તે પોતાના બાળકની વિષ્ટા કાઢવા ઠીકરાં લે છે. માતા જાણે છે કે મારો પુત્ર છે. પણ વિષ્ટા અપવિત્ર છે. માટે ઘડાના બે ટુકડા લે છે અને સાફ કરે છે કે જેથી અપવિત્રનો સ્પર્શ ન થાય. પણ કૂતરું આવે છે તે શું કરે છે ? કંઠ, તાલ અને રસના એ ત્રણ વડે એ વિષ્ટા દૂર કરે છે. માતાને ફેંકી દેવાનું કામ હતું. પણ કૂતરું ચાટી જાય છે. દુર્જનો માટે એમ જ સમજો. પણ તમારો આગ્રહ છે તો હું ખુલાસો કરું છું. કોઈ ભાઈ ક્લેશ કરશો નહિ. પૂર્વકાળમાં અસત્ય ભાષણ અને શાસનની હીલના ન થાય તેનો બહુ ડર હતો. આજે એ ભૂલીને આ ચર્ચામાં જેમ ફાવે તેમ લખાઈ અને બોલાઈ રહ્યું છે. એટલે એમાં સાચી વાત મારી જાય તેમાં નવાઈ શી ? પ્ર. બે પુતમ સંબંધી આપની માન્યતા શી છે ? ઉ. ચતુર્દશી છતી વિરાધીને (પહેલી) પુનમને ચતુર્દશી કરવી
એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય અને મરેલી માતાને ધાવવાથી પુષ્ટિ થાય નહિ. પુનમે ચોમાસી વગેરે કરાય નહીં. આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું ? જુઓ લખું ખાય તે ચોપડ્યાની આશાએ, આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારું. પણ તેવો કોઈ અવસર આવ્યો નહીં. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા. પણ જ્યારે છેવટે જોયું કે આ બધાની વાટ જોતાં આખું ય જશે અને સાચી વાત મરી જશે, ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ
આચરવા માંડ્યું. પ્ર. આપે પરંપરા લોપી કહેવાય ? ઉ. પરંપરા શાની લોપી?આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની
આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોય જ નહીં. આ પ્રમાણે પૂ. બાપજી મહારાજનો ખુલાસો તમને જણાવ્યો. -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ જેવા ના કર --- ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org