________________
પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાએ પ્રાસંગિક પ્રવચન સંભળાવ્યું હતું. એ પછી વકીલ શ્રીયુત મોહનલાલ પોપટલાલ ઊભાં થઈ હાથ જોડીને વર્તમાનમાં ચાલતી તિથિ દિનચર્ચા સંબંધી પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવને ખુલાસો કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવે પણ તેના ઉત્તરો આપવાની કૃપા કરી હતી. એ પછી આચાર્યદેવશ્રીના પ્રશિષ્ય પૂ. મુનિરાજશ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પણ પૂછેલા પ્રસ્ત વિષે ખુલાસો કર્યો હતો. આ બધું સંખ્યાબંધ સાધુસાધ્વીજી મહારાજાઓએ તેમ જ સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ સાંભળ્યું હતું. પ્ર. અત્યારે તિથિચર્ચા જોરથી ચાલી રહી છે. હેન્ડબીલો વગેરે પણ
ઘણું છપાઈ રહ્યું છે. આવા વખતે આપના ખુલાસાની ઘણી
જરૂર છે. ઉ. ખુલાસો કરવામાં વાંધો નથી પણ નાહક ફ્લેશ વધે એ ઠીક
નહિ. પ્ર. પણ સાહેબ, આ ચર્ચામાં આપના નામે તરેહ તરેહની જુઠી
વાતો ફેલાવવામાં આવે છે. જો કે આપે તો આજે પહેલી પુનમે ચોમાસું બદલ્યું, એટલે આપ કેવી માન્યતા ધરાવો છો તે જણાઈ આવે છે. પરંતુ આપ આપના શિષ્યોના દબાણથી આમ કરો છો. એમ કહેવાય છે. માટે આપશ્રીના પોતાના તરફથી ખુલાસો થાય તો ઘણો લાભ થાય. અરે ભાઈ ! સંઘમાં આવો વિખવાદ ઉભો ન થાય અને શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય એ માટે પહેલાં મેં મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો છે. પણ જેને જુઠી વાતો કરવી હોય તો જે છે તે, ગમે તેમ કહે એમાં આપણે શું કરીએ ? દુનિયામાં દુર્જનોનો તોટો નથી. દુર્જનોનો સ્વભાવ જ એવો હોય છે કે – कुम्भभित्तयुगलेन किल्बिषं, बालकस्य जननी व्यपोहति । कण्ठतालुरसनाभिरुजता, दुर्जनेन जननी व्यपाकृता ।।
૨૮ - - - - - - પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org