________________
ઉતરવું ન હતું. એ પ્રશ્નો વાંચ્યા. લગભગ બધા પ્રશ્નોનો સમાવેશ ૧૧ પ્રશ્નોમાં થઈ જતો હતો. જેથી તેને તે વખતે તેના ઉત્તર અપાયા હતા.
તે વખતે શાસ્ત્રાધારે ચર્ચા-વિચારણા કરવા મેં જાહેરાત કરેલી. પણ કોઈ વિચાર કરવા તૈયાર નહોતું. મેં ફરી જાહેરાત કરી કે મારે ચાતુર્માસ બાદ દક્ષિણમાં જવાનું છે. વિ. સં. ૧૯૯૩માં પણ આવું જ આવવાનું છે, પણ કોઈ બોલ્યું નહીં. કોઈએ કાંઈ તૈયારી બતાવી નહિ અને ઉદયાત્ ચોથમાં મોટી ગરબડ ઉભી થઈ.
સૌ સમજે તેવી આ વાત છે ઃ
ત્યારબાદ હું દક્ષિણના પ્રદેશમાં ગયો. ચોથને કારણે સંઘમાં બે વિભાગ પડી ગયા. એટલે બાકીની તિથિઓનો પ્રશ્ન ઉપસ્થિત થયો. આપણા પક્ષમાં હવે મતભેદ ઊભો થવાનો ન હતો. તેથી બધી તિથિઓમાં થતી ક્ષતિ સુધારી લીધી. દરમ્યાનમાં કાશીવાળા શ્રી ન્યાયવિજયજીએ એક લેખમાં લખી નાંખ્યું કે, “તિથિની ચર્ચામાં અમે (આપણો પક્ષ) સાચા છીએ” ત્યારે એ અંગે અમે લખેલું કે ‘આટલી બધી ખોટી વાત કરનારે પણ આટલી સાચી વાત લખી છે તેથી અમને આનંદ છે.’
સૌ સમજે તેવી આ વાતો છે. ઘણા અમારી સાથે છે, પણ તેમનું સંઘ પાસે ચાલે તેવું નથી. આજે તો તે લોકો બધા પણ ભણેલા ગણેલા છે. શાસ્ત્રોના વાંચનારા છે. એ લોકોમાં સમજતું ન હોય એવું એક પણ હોય એમ અમને લાગતું નથી.
પૂ. બાપજી મહારાજનો સ્પષ્ટ અને સચોટ ખુલાસો :
પૂ. બાપજી મહારાજનો ખુલાસો જણાવી દઉં. અક્ષરશઃ આ મુજબ છે : “પૂ. શાંત તપોમૂર્તિ વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિ વિ. સં. ૧૯૯૭ના કારતક સુદી પહેલી પુનમને ગુરુવારે શેઠ જમનાદાસ હઠીસીંગની આગ્રહભરી વિનંતી સ્વીકારી ચાતુર્માસ બદલાવવા નિમિત્તે સામૈયા સાથે હાજા પટેલની પોળમાં, પાછીયાની પોળ પાસે, શ્રી વિશા શ્રીમાળીની વાડીમાં બાંધેલા ભવ્ય મંડપમાં પધાર્યા હતા. આ વખતે પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવે પોતે મંગલાચરણ ઉચ્ચાર્યા બાદ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org