________________
આપો ત્યાં સુધી.” આ પછી મેં તેમને વિનંતી કરી કે “સાહેબ ! આ બધી ચર્ચા છોડી દઈએ અને સીધો રસ્તો લઈએ. આપનાં જ સં. ૧૯૯૧-૧૯૯૨નાં શ્રી સિદ્ધચક્ર પત્રનાં તિથિ અંગેનાં લખાણો એક કાગળ ઉપર નોંધી, નીચે આપની અને મારી સહીથી શ્રી સંઘમાં જાહેરાત કરી દઈએ કે, “સૌએ આ પ્રમાણે વર્તવાનું છે. એટલે આ બધા વિવાદનો અંત આવી જાય.” આ સાંભળી તેઓ મને કહે કે, તેં શું ધાર્યું છે? મારાં કાંડા કાપવાં છે? હું એવું કરીશ કે તને કોઈ ગામમાં ઉપાશ્રય પણ નહીં મળે.'
આપ વડીલ છો. યોગ્ય લાગે તેમ કરી શકો છો” અમારી આ વાત ત્યાં પૂરી થઈ. જો કે મારે કહેવું જોઈએ કે, ‘મને આજ સુધી ઉપાશ્રયની મુશ્કેલી પડી નથી.' વિ. સં. ૧૯૯૨માં શું બન્યું ?
પહેલાં અમારે ત્યાં પરમ પૂજ્ય પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. પંચાંગ તૈયાર કરતા ને તેને શ્રાવકો છપાવતા. વિ. સં. ૧૯૯રનું પંચાંગ તેઓશ્રીએ તૈયાર કરેલું, પરંતુ બાપજી મહારાજે કહેવડાવ્યું કે, “હમણાં પંચાંગ છપાવશો નહિ, કદાચ શ્રી સાગરજી મહારાજ સમજશે,” પણ એ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો.
તે પછી પૂજ્ય પરમગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે મને કહેલું કે, “હવે તું બધું સમજી લે-શાસ્ત્રસંમત વાત સાચવવાની જવાબદારી તારે ઉપાડવાની છે.”
તે પછી તે જ સાલમાં (વિ. સં. ૧૯૯૨) હું મારા પૂ. ગુરુદેવ સાથે અહીં (મુંબઈ-લાલબાગ) આવ્યો. ત્યારે આ ગરબડ શરૂ થઈ હતી. અત્યાર સુધી ભા. સુ. પના ક્ષયમાં સંઘના મોટા ભાગે ચોથ સાચવી હતી, તેમ આ વખતે ભા. સુ. પની વૃદ્ધિમાં પણ ચોથ સાચવશે તેમ અમે માનતા હતા. અમે તે પ્રમાણે ચોથ સાચવવાની છે; એવી જાહેરાત કરી. તે વખતે વ્યાખ્યાનમાં ૮૫ પ્રશ્નોનો થોકડો સિદ્ધચક્રના તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરીના નામથી હેન્ડબિલ રૂપે આવીને પડ્યો.
“સિદ્ધચક્ર'ના તંત્રી ત્યારે અહીં વ્યાખ્યાનમાં હાજર હતા. તેમને એ હેન્ડબિલ વિષે પૂછતાં તેમણે જણાવ્યું કે, “હું કાંઈ જાણતો નથી” અમારે હેન્ડબીલબાજીમાં
૨૬
--- ના
પૂર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org