________________
પાડવા માટે આ વાત થતી નથી. તેમ જ કોઈનું અહિત થાય કે કોઈનું ભૂંડું થાય તે માટે પણ આ વાત થતી નથી. ભગવાનની વાત કહેનાર કોઈનું ભૂંડું કદી ઈચ્છી શકે જ નહીં, સઘળાનું હિત હૈયામાં રાખીને જ આ વાતો કહેવાય છે. એ સદંતર ખોટું અને ઉપજાવી કાઢેલું છે !
મારે તમને એક મહત્ત્વની વાત કરવી છે. હું. સં. ૧૯૬૯માં સાધુ થયો. પરંતુ તિથિનો ઝઘડો જૈન સંઘમાં ઠેઠ ૧૯૨૮થી ચાલે છે. એમ મને જાણવા મળ્યું. સં. ૧૯૨૯ પછી સં. ૧૯૩૫ અને સં. ૧૯૫રમાં પણ આ ઝઘડો હતો. એટલે મારી દીક્ષા પહેલાનું આ ચાલે છે. પૂ. બાપજી મહારાજા (પૂ. સંઘસ્થવિર આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ.) આ બધું જાણતા હતા. તેમણે અમને કહ્યું, ત્યારે અમે આ જાણ્યું.
હું તો ઠેઠ સં. ૧૯૮૯ સુધી તિથિમાં સમજતો ન હતો. પણ મારા પરમ ગુરુદેવ (પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ) કહેતા અને તેમની આજ્ઞા મુજબ અમે આરાધના કરતા. અમને તે વખતે એ જાણવાની અને સમજવાની જરૂર પણ નહોતી જણાઈ. પણ મારા પરમ ગુરુદેવે કહેલું કે, ‘તમારે હવે આ બધું જાણવું પડશે, હું હવે ઝાઝો કાળ નથી અને ભવિષ્યમાં તમારે જરૂર પડશે. એટલે આ બધી વાત પૂ. પરમ ગુરુદેવ આ. ભ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે કહી છે.
સંવ-૧૯૯૧માં હું રાધનપુર ગયો અને ત્યાં ચોમાસું કર્યું. સંવત્૧૯૯૨ના મહા મહિનામાં પરમ ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. કાળધર્મ પામ્યા.
માટે જેઓ એમ કહે છે કે, આ ઝઘડાના-વિવાદના અમે જ ઉત્પાદક છીએ તે સદંતર ખોટું અને ઈરાદાપૂર્વક ઉપજાવી કાઢેલું છે.
પૂ. બાપજી મહારાજે આ બાબતમાં ખુલાસો કર્યો છે. એ ખુલાસો હું તમને પછી વાંચી સંભળાવીશ. પણ એ ખુલાસો ઘરડા માણસ કરે એવો ખુલાસો છે. બાપજી મહારાજે જે કહ્યું તેવું તો અમારાથી બોલી પણ ન શકાય. એ તો એ જ વૃદ્ધ મહાપુરુષ બોલી શકે. પૂ. બાપજી મહારાજે જે ખુલાસો કરેલો તેના સાક્ષી ઘણા સાધુ-સાધ્વીઓ અને મુનિશ્રી (હાલ આચાર્યશ્રી) ભદ્રંકરવિજયજી છે, આ વૃદ્ધ મહાત્મા તે વખતે વિદ્યમાન ન હોત તો ભારે અનર્થ થાત.
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - - - - ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org