________________
ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી, આદિ પર્વોમાં તે તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ. – ૧. પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ તે તિથિમાં કરવા કે જેમાં સૂર્યોદય થયો હોય. – ૨. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીજો અનુસરીને ખોટું કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના જેવા દોષો લાગે છે. – ૩. ‘પારાશરસ્મૃતિ' આદિમાં પણ કહ્યું છે કે – સૂર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ માનવી, પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી. શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે કે, “ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી. શ્રી વીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું.”
(ધર્મસંગ્રહ) આ ઉદય તિથિ માટે, ક્ષય-વૃદ્ધિ માટે અને બે ચૌદસ વગેરે માટે આટલા બધા પાઠો મળે છે. જો સંઘે આ બધું વિચાર્યું હોત તો સંઘનો ઘણો ઉદય થાત. સત્ય જણાવવાનો અમારો ધર્મ :
આવા દિવસોમાં આવી વાત કોઈને દુઃખ લગાડવા માટે કરવાની ન હોય. કોઈને દુઃખ લાગે એ માટે વાત થતી જ નથી. પરંતુ જે જાણવા માંગે તેને સત્ય હકીકત જણાવવાનો અમારો ધર્મ છે. અમે ન જણાવીએ અને એ અજાણપણામાં મરી જાય તો એનું પાપ અમને લાગે.
આવી શાસ્ત્રની વાત-સાચી વાત કહેવાય તેમાં ઘણા રાજી નથી. બધા રાજી હોય જ નહીં. એમ તો દીક્ષાની વાત આવે છે ત્યારે પણ ઘણા નારાજ હોય છે. પણ એટલા માત્રથી અમારે ભગવાનનો ધર્મ કહેવામાં ખામી ન રખાય.
કોઈને રોષ ઉત્પન્ન કરવા આ વાત થતી નથી, કોઈની નિંદા કરવા કે ઉતારી ૧૮- - - - - સ્પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org