________________
વિગ્રહ કોણે ઉભો કર્યો ?
વિ. સં. ૧૯૫૨માં “જૈનધર્મ પ્રકાશમાં ભાદરવા સુદ ચોથ અને પાંચમ ભેગા લખીને સંવત્સરી ચોથમાં અને પાંચમની આરાધના પણ ચોથમાં કરવી એવું લખ્યું ત્યારથી વિવાદ ઉભો થયો અને તે અત્યાર સુધી ચાલે છે.
વચગાળાના સો-દોઢસો વરસના ગાળાને અમે અંધારયુગ કહીએ છીએ. જે યતિઓએ શાસનની વફાદારી જાળવી શાસનની રક્ષા કરી તે થોડા શિથિલ હતા. તો પણ તેને સારા માન્યા છે. પણ જે યતિઓએ પરિગ્રહધારી બની પોતે અજ્ઞાન હોવા છતાં શાસનની વાતોમાં ખોટી સત્તા ચલાવવા માંડી અને તે શિથિલાચારીઓએ સંવિજ્ઞ, આજ્ઞાપાલક સાધુઓ ઉપર પણ ખોટી જોહુકમી કરવા માંડી તે યતિઓના કાળને અમે અંધારયુગ કહીએ છીએ.
આ. શ્રી વિજયસિહસૂરિજી મહારાજના સમયમાં શિથિલાચારીઓનું જોર ઘણું વધી ગયું. ત્યાગી સાધુઓમાં પણ તેની હવા ફેલાવા માંડી, તે વખતે પૂ. પં. શ્રી સત્યવિજયજી મહારાજ જેવા જાગ્યા. આ શિથિલતા ખંખેરવા તેઓ કટિબદ્ધ થયા. તેમણે ક્રિયોદ્ધાર કર્યો. સંવેગી શાખા શરૂ કરી, શિથિલાચારી યતિઓથી જુદા પડવા પીળાં વસ્ત્રો ઓઢવાં શરૂ કર્યા. અમે પણ એ રીતે પીળાં વસ્ત્રો ઓઢ્યાં છે. વધારે ભયંકર યુગ આવી રહ્યો છે ?
એ ભયંકર યુગ આવીને ગયો પણ હવે એથી પણ વધારે ભયંકર યુગ આવી રહ્યો છે. તે વખતે તો પં. શ્રી સત્યવિજયજી મહારાજ જેવા મહાપુરુષ પાક્યા. હવે શ્રી સત્યવિજયજી પંચાસ ફરી પાકશે કે કેમ ? તેની મને ખબર નથી. તમે સૌ નહિ સમજો તો શાસનને ભયંકર નુકસાન થશે. સારા સાધુ મુંબઈમાં આવી શકશે નહિ, આવે તો રહી શકે નહિ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.
આ. શ્રી વિજયસિહસૂરિજીને શિષ્યોની પણ આજ્ઞા લઈને કામ કરવું પડતું. આટલી પરવશ દશા આવી ગઈ હતી. “દીકરો બાપને દબડાવે' એવી દશા આજે તમારે ત્યાં છે. એવી જ અમારા આચાર્યોની સ્થિતિ અહીં થઈ રહી છે.
પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ પર ઓછા જુલ્મ ગુજાર્યા નથી.
૨૦
અ
-- -- પર્વતિથિ સચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org