________________
ભાવાર્થ : પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશના દિવસે નિયત છે, તે ચૌદશની જ્યારે વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશને ત્યજીને બીજી ચૌદશને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે અન્ય તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે ચૌદશ આદિ તિથિઓનો ક્ષય હોય તો ચૌદ દિવસ પંદર
જ ગણવા-જાણવા.” કલ્પસૂત્ર પર ‘કલ્પદીપિકા' નામની ટીકા પૂ. જગદ્ગુરુશ્રી હીરસૂરિજી મહારાજના શિષ્ય મહોપાધ્યાયજી શ્રી વિમલહર્ષ ગણિવરના શિષ્ય પંડિતપ્રવર શ્રી જયવિજયજી મહારાજે રચેલી છે. તેમાં પણ તેઓશ્રી સ્પષ્ટપણે જણાવે છે કે –
"अत एवास्तामन्योऽभिवद्धितो मासः भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवद्धिततिथिरिव तदीयकृत्येषु इति । तथाहिविवक्षितं हि पाक्षिककृत्यं पाक्षिकप्रतिक्रमणं त चतुर्दश्यां नियतं सा च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽङ्गीकार्या दिनगणनायां त्वस्या अन्यासां च वृद्धौ सम्भवन्तोऽपि षोडश दिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीणायामपि चतुर्दशादितिथौ पञ्चदशैव बोध्यम्"
(કલ્પદીપિકા : નવમ ક્ષણ: પાનું-૪, રચનાકાલ. વિ. સં. ૧૬૭૭ : પ્રકાશક : ૫. મફતલાલ ઝવેરચંદ, વિ. સં. ૧૯૯૧)
ભાવાર્થ : “આ કારણે અન્ય વૃદ્ધિ પામેલા મહિનાની વાત જવા દો, પણ ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવો પણ પર્યુષણાના કાર્યો માટે યોગ્ય નથી જ, તેના કાર્યો માટે તે યોગ્ય ન ગણાય. જેમ વૃદ્ધિ પામેલી પ્રથમ તિથિ તેના કાર્યો માટે યોગ્ય ગણાતી નથી. તે આ રીતે પાક્ષિક પ્રતિક્રમણ કે જે ચૌદશના નિયત છે, તે જ્યારે ચૌદશની વૃદ્ધિ થાય, ત્યારે પ્રથમ ચૌદશને તજીને બીજી ચૌદશ ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે બીજી તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે ચૌદશ આદિ તિથિઓનો ક્ષય હોય ત્યારે દિવસ તો પંદર જ જાણવા.”
-:-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજમાં અન - - - - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org