________________
મૂર્ખ લોકોના કાનમાં ઈરાદાપૂર્વક ઝેર રેડાયું છે :
તમારામાં અને અમારામાં આજે એટલો પ્રમાદ આવી ગયો છે પણ જો નવમા સામાચારી વ્યાખ્યાનની ટીકા આજે વ્યાખ્યાનમાં વંચાતી હોત તો બે ચૌદશ આવે જ નહિ, બે પાંચમ આવે જ નહિ એવું અમી (?) (ઝેર) મૂર્ખ લોકોના કાનમાં ઈરાદાપૂર્વક જે રેડવામાં આવ્યું છે, તે રેડી શકાત નહિ અને તો આ રગડો આજે જે ઉભો થયો છે, તે ઉભો થવા પામત નહિ. કલ્પસૂત્ર પરની ટીકાઓમાં શું જણાવાયું છે ?
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજની ટીકામાં તેમજ બીજી અનેક ટીકાઓમાં સ્પષ્ટપણે એમ જણાવાયું છે કે – જ્યારે બે ભાદરવા આવે ત્યારે બીજા ભાદરવામાં પર્યુષણ પર્વની આરાધના કરવી. (ખરતરગચ્છ વગેરેમાં પહેલા ભાદરવામાં પર્યુષણા થતાં હતાં.) જેમ બે ચૌદશ આવે ત્યારે પહેલી ચૌદશ છોડીને બીજી ચૌદશમાં પાક્ષિક કરાય છે, તેમ. તે મૂળપાઠ આ પ્રમાણે છે. ___ "भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि"
(કલ્પસૂત્ર સુબોધિકા : રચયિતા : પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. રચના સં. ૧૬૮૬, પ્રકાશક : દેવચંદ લાલભાઈ, વિ. સં. ૧૯૬૩, પા. પર૭ : નવી પોપટલાલ ધારશીભાઈ વાળી આવૃત્તિ. સંશોધક : સાગરાનંદસૂરિજી મ., પા. ૧૭૪)
આ જ રીતે ઉપા. શ્રી ધર્મસાગરજી મ.ની કલ્પસૂત્ર ઉપરની ‘કિરણાવલી' ટીકામાં પણ આ જ વાત સ્પષ્ટપણે જણાવી છે, તેઓ પણ ‘સામાચારીના નવમા વ્યાખ્યાનમાં જણાવે છે કે,
"पाक्षिकप्रतिक्रमणं तञ्च चतुर्दश्यां नियतं सा च यद्यभिवद्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्तव्या दिनगणनायां त्वस्या अन्यासांवा वृद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते एवं क्षीणायां चतुर्दशापि दिनाः पञ्चदशैव बोध्यम्"
(પ. શરૂ૮) (ઉપા. શ્રી ધર્મસાગરજી ગણિ વિરચિત કલ્પસૂત્ર કિરણાવલી, રચના : વિ. સં. ૧૬૨૮, પ્રકાશક : શ્રી આત્માનંદ સભા, ભાવનગર. પ્રકાશન : સંવત વિ. સં. ૧૯૭૮) ૧૦ ના કરી જ. નર નારી તા - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org