________________
ભીંતીયાં પંચાંગ જ મોટી ગરબડ ઊભી કરી છે :
એટલે સમજી લેવાનું કે, જ્યાં દિવસ લખે ત્યાં તિથિ માનીને ચાલવાનું.
બે બીજ બે પાંચમ, બે આઠમ, બે અગીયારસ, બે ચૌદશ, બે પુનમ અને બે અમાસ પણ આવે. વૃદ્ધિ તિથિમાં પહેલી તિથિ નકામી છે.
પહેલાં તો, તિથિ માટે સાધુ મહારાજને પૂછીને કરવાનો રિવાજ હતો, તેથી આવી ગરબડને અવકાશ ન હતો, આરાધકો કોઈપણ સાધુ મહારાજને પૂછી જોતા. પછી તિથિની આરાધના કરતા.
પણ બધી ગરબડ ભીંતીયાં પંચાંગે જ ઉભી કરી છે. ભીંતીયું પંચાંગ સર્વ પ્રથમ જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રગટ કર્યું હતું. એના પ્રણેતા હતા ભાવનગરના શ્રાવક શ્રી કુંવરજી આણંદજી. તેઓ ગામડામાં રહેતા જૈનોને દૃષ્ટિ સામે રાખી આ પંચાંગ તૈયાર કરતા હતા. જેથી એમને કોઈ તિથિની આરાધનામાં ગરબડ ન થાય.
ગામડાવાળાની સરળતા ખાતર ભીંતીયા પંચાંગમાં બે આઠમ વગેરે આવે ત્યારે તેને બદલે બે સાતમ અને આઠમ વગેરેના ક્ષય પ્રસંગે સાતમ વગેરેનો ક્ષય છપાવવાની ખોટી પદ્ધતિ શરૂ કરી, એટલે તે ખોટી રૂઢી પકડાઈ ને ચાલી પડી. વર્ષો બાદ આનાથી ઉભી થતી અવ્યવસ્થા સામે શ્રી કુંવરજીભાઈનું જ ધ્યાન ખેંચાયું અને તેમણે તે માટે યોગ્ય વિચારણા કરી. આ ક્ષતિ દૂર કરવા શ્રી જૈન ધર્મ પ્રકાશમાં સંઘનાયકોનું ધ્યાન પણ દોર્યું, કમનસીબે કોઈએ તે બાબતમાં ધ્યાન આપ્યું નહી.
(જુઓ પરિશિષ્ઠ-૮-૯-૧૦) પર્યુષણ પર્વમાં આપણે ત્યાં કલ્પસૂત્ર વંચાય છે. શ્રી કલ્પસૂત્ર પર ઘણી ટીકાઓ છે. તેમાં સુબોધિકા ટીકા પ્રમાણમાં નાની અને સરળ છે. જે પૂ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની રચેલી છે તે દર પર્યુષણામાં પ્રધાનપણે એ રૂઢ બની છે અને વંચાય છે. તેમાં આઠ વ્યાખ્યાન ટીકા સહિત વંચાય છે અને તેમાં નવમું સામાચારીનું વ્યાખ્યાન અને એની ટીકા વાંચતાં સાડા ચાર કલાક જોઈએ. ઘણા લોકો એટલો સમય ખેંચી શકે તેમ હોતા નથી; એથી એ નવમું વ્યાખ્યાન મૂલ જ વંચાય છે.
' પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
મા - આ છw - - ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org