SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ “લોકવિરુદ્ધનો ત્યાગ કરવો” એ આગમ વચનથી લોકવિરુદ્ધનો ત્યાગ કરનાર વિદ્વાનોએ સ્વીકારવો જોઈએ. તિથિનો ક્ષય એટલે નાશ નહિ ને વૃદ્ધિ એટલે બે તિથિ નહિ ? લૌકિક પંચાંગમાં તિથિનો ક્ષય પણ આવે અને વૃદ્ધિ પણ આવે. પરંતુ ‘તિથિનો ક્ષય એટલે નાશ’ અને ‘તિથિની વૃદ્ધિ એટલે બે તિથિ' એ માન્યતા ભૂલ ભરેલી છે. જ્યારે એ જ વાત તમારા મનમાં ઘર કરી ગયેલી છે. પરંતુ ‘ક્ષય એટલે નાશ નહિ' અને વૃદ્ધિ એટલે બે નહિ પણ જે તિથિ સૂર્યોદય વખતે ન હોય તે ક્ષીણ/ક્ષય તિથિ અને જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે એ વૃદ્ધિ તિથિ ગણાય. ઉદાહરણ તરીકે - ધારો કે રવિવારે સૂર્યોદય વખતે બારસ છે. પછી અડધી કે એક ઘડી પછી તેરસ શરૂ થઈ, પણ એ તેરસ સોમવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ ગઈ અને ચૌદશ શરૂ થઈ ગઈ એટલે તેરસ રવિ અને સોમ એ બે દિવસમાંથી એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શી નથી. તેથી એ ક્ષીણતિથિ/ક્ષયતિથિ ગણાય. આથી એ હકીકત સ્પષ્ટ છે કે, “ક્ષીણ તિથિ એટલે નાશ અને વૃદ્ધિ તિથિ એટલે બે’ એમ કોણ બોલે ? અણસમજુ ને ? માટે જ પક્ષમાં દિવસ ૧૪, ૧૫ કે ૧૬ આવે પણ તિથિ તો પંદર જ હોય, એટલે પાક્ષિક ખામણામાં દર પખિના દિવસે “પરસ રાëવિયા' એ પ્રમાણે જ પાઠ બોલાય છે. ચોમાસામાં તિથિના ક્ષયના કારણે ૧૧૮ દિવસ પણ હોય, પરંતુ તિથિ તો ૧૨૦ જ આવે. વર્ષના તિથિના ક્ષયના કારણે ૩૫૪ દિવસ કે માસની વૃદ્ધિ હોય તો ૩૮૪ દિવસ પણ હોય છતાં તિથિ તો ૩૬૦ જ આવે. આ વર્ષમાં (૨૦૨૦ની સાલમાં) વૈશાખ બે આવ્યા, પણ અધિક વૈશાખની ગણતરી ન કરી. વૈશાખ સુદ-૩ બંને વૈશાખમાં આવી પણ વરસીતપનાં પારણાં બીજા વૈશાખ સુદ-૩નાં જ થયાં. ૮ અવર- - - - - - મારી - રાપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy