________________
વૃદ્ધિ થાય છે ત્યારે પહેલી ચૌદશને તજીને બીજી ચૌદશને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે અન્ય તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે (ચૌદશાદિનો) ક્ષય હોય ત્યારે ચૌદ દિવસ પંદર જ જાણવા તેમ અહીં પણ જાણવું. આ ટીકામાં ઉ. શ્રી ધર્મસાગરજીએ અધિક માસને નપુંસક માસ કહ્યો છે. તિથિની વૃદ્ધિ અને ક્ષય એટલે શું?
આ પ્રમાણે તિથિ, માસ વગેરેનો નિર્ણય વિ. સં. ૨૦૧૩ સુધી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ પ્રમાણે થતો, પણ વિ. સં. ૨૦૧૪થી જ્યારે સકળ શ્રી જૈનસંઘે સર્વાનુમતે ‘જન્મભૂમિ' પંચાંગનો સ્વીકાર કર્યો ત્યારથી તે પંચાંગને આધારે તિથિ આદિના નિર્ણયો થાય છે. વિશેષમાં “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર”માં જણાવ્યું છે કે –
न हि कापि निर्मूलमुच्छिन्नं वस्तु व्यवहारघटनायां पटु दृष्टं, अतो लौकिकटिप्पनकाभिप्राय एवानुसरणीयस्तथा च सति -
क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीरमोक्षकल्याणं, कार्य लोकानुगैरिह ।।१।।
अत्र प्रसिद्धया श्रीउमास्वातिवाचकनिर्दिष्टो व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिकतिथ्यपवादरूपैतत् श्लोकोक्तविधिरपि 'लोगविरुद्धचाओ' इत्यागमाल्लोकविरुद्धत्यागकृद्भिः विद्वद्भिररीकार्यः ।
ભાવાર્થ : “નિર્મળ ઉચ્છિન્ન થયેલી વસ્તુ ક્યાંય પણ વ્યવહાર કરવાને સમર્થ થતી નથી. એથી લૌકિક ટીપ્પણાનો અભિપ્રાય જ અનુસરવો જોઈએ. એમ હોવા છતાં વ્યાકરણના અપવાદસૂત્રની માફક (પૂર્વધર) પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ ઔદયિક તિથિના અપવાદરૂપ આ શ્લોકમાં જણાવેલ તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વ તિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં તેમજ શ્રી વીર નિર્વાણ કલ્યાણક લોક-દિવાળી અનુસાર કરવાનો વિધિ પણ
-- |1 પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ દેવ- ન - - અને વન કાર ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org