________________
‘શ્રી પર્યુષણા સ્થિતિ વિચારમાં તેઓશ્રીએ જણાવેલ છે કે :देहाधिकवद्धिताङ्गुल्याद्यवयववद् वद्धिततिथिवञ्च स ह्यगणित एवास्ति ।
ભાવાર્થ: “શરીરમાં અધિક વધેલા આંગળી વગેરે અવયવની જેમ, તેમજ વધેલી તિથિની જેમ તે (વધેલો માસ), ખરેખર ગણના રહિત
જ છે. વૃદ્ધિતિથિ અને વૃદ્ધ માસને શરીરના વધારાનાં અંગ જેવા ગણ્યા છે. કોઈને છ આંગળી હોય છે, પણ એ વધારાની છઠ્ઠી આંગળી કોઈ પણ ઉપયોગમાં આવતી નથી. નિરર્થક અને નિરુપયોગી હોય છે. અત્યારે અહીં કોઈ વધારાના અંગ-આંગળીવાળું હોત તો પ્રત્યક્ષ પ્રમાણ મળત.
મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ રચિત શ્રી કલ્પસૂત્ર કિરણાવલી ટીકા (રચના સં. વિ. ૧૬૨૮), જે ભાવનગરથી શ્રી આત્માનંદ સભાએ સં. ૧૯૭૮ (સને-૧૯૨૨)માં પ્રગટ કરી હતી, તેમાં જણાવાયું છે કે –
न हि नपुंसकोऽपि स्वापत्योत्पत्तिं प्रत्यकिंचित्करः सन् सर्वकार्य प्रत्यकिंचित्कर एव तद्वदधिकमासोऽपि न सर्वत्राऽप्रमाणं किंतु यत्कृत्यं प्रति यो मासो नामग्राहं नियतस्तत्कृत्यं तस्मिन्नेव मासे विधेयं, नान्यत्रेति विवक्षया तिथिरिव न्यूनाधिकमासोऽप्युपेक्षणीयः अन्यत्र तु गण्यतेऽपि, तथाहि-विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं, तञ्च चतुर्दश्यां नियतं, सा च यद्यभिवद्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्तव्या, दिनगणनायां त्वस्यां अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडश दिना: पंचशैव गण्यन्ते, एवं क्षीणायां चतुर्दशापि दिनाः पंचदशैवेति बोध्यं तद्वदत्रापि ।
(મુકિતપ્રત. પી. ૭૮) ભાવાર્થ : નપુંસક વ્યક્તિ પ્રજોત્પત્તિમાં અસમર્થ હોવા માત્રથી સર્વકાર્યમાં અસમર્થ નથી જ. તેવી જ રીતે અધિક માસ પણ સર્વત્ર અપ્રમાણ નથી. પરંતુ જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિર્દેશ કર્યો હોય તે કાર્ય તો તે જ માસમાં કરવું જોઈએ, બીજા માસમાં નહીં, એવી વિવક્ષા કરીને તિથિની જેમ ચુનાધિક માસ હોય તો તે પણ ઉપેક્ષણીય છે. બીજે સ્થળે તેની ગણત્રી થાય છે. તે પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશને દિવસે નિયત છે, તે ચૌદશની જ્યારે
૬ દવા -કરીના પર ૨૦ - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org