________________
ગયાં. જે કાંઈ બચ્યું તે સાગરમાંથી બિદુ જેટલું છે, દુષ્કાળે મહાપુરુષોની શક્તિ ક્ષીણ કરી નાંખી. ઘણું શ્રુત વિસરાયું. કેટલું નાશ પામ્યું તેનો કોઈ હિસાબ નથી. જે કાંઈ રહ્યું તે મહાપુરુષોએ ભેગા થઈ સંગ્રહીત કર્યું. તેમાં મતભેદવાળી વાતો આવી તો તેને પણ પાઠાંતર તરીકે સંગ્રહીત કરી. આમ અગીયાર અંગો સુધી તૈયાર કરી પૂર્વ મહાપુરુષોએ આપણા સુધી પહોંચાડ્યું. આ તેમનો જેવો તેવો ઉપકાર નથી. જે શ્રત નાશ પામ્યું, તેમાં જૈન પંચાંગનો પણ વિચ્છેદ થઈ ગયો.
સભા : ભગવાન શ્રી મહાવીરસ્વામી હતા ત્યારે જૈન પંચાંગ હતું ? ઉત્તર : હા જરૂર હતું. ન હોય તો વિચ્છિન્ન કહેવાય નહીં. આગમની સાક્ષી છે કે ઈતરમાં જે સાચી વાત હોય, સારી વાત હોય તો તે સ્વીકારવી. એ ન્યાયે આપણે લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો. તેમાં જે જે માસ કે તિથિની વૃદ્ધિ આવે તેનો તે પ્રમાણે સ્વીકાર કરીને જ આરાધનાની વ્યવસ્થા શાસ્ત્રાનુસારે કરવાની હોય. જૈન પંચાંગમાં પોષ અને આષાઢની જ વૃદ્ધિ આવતી. આમાં લૌકિક ટીપ્પણામાં તે સિવાયના મહિનાની પણ વૃદ્ધિ આવે છે. સૌ તે રીતે માન્ય રાખે છે. વિ. સં. ૨૦૨૦માં પણ માગશર મહિનાનો ક્ષય આવ્યો હતો, જે આપણે માન્ય રાખ્યો હતો. વધેલા માસ કે તિથિ કાલચૂલા ગણાય :
પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવરશ્રી “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર” ગ્રંથમાં તદુપરાંત ફરમાવે છે કે :
"यो यत्र मासो यत्र तिथिर्यद् नक्षत्रं वा वर्द्धन्ते तानि तत्रैव मुच्यन्ते" इति हि સર્વ-પ્રસિદ્ધ-વ્યવહાર: || “જ્યાં જે માસ, તિથિ યા નક્ષત્ર વધ્યાં હોય તે ત્યાંજ છોડી દેવાય છે. એજ સર્વ પ્રસિદ્ધ વ્યવહાર છે.” વધેલ તિથિ કે માસને કાલચૂલા તરીકે ગણીને બહાર મૂકી દીધાં છે. વધેલા અધિક માસમાં કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવાની મનાઈ કરી છે.
વધેલા અધિક માસને “ફલ્મ માસ' પણ કહ્યો છે. એ માસમાં કોઈ સારું કાર્ય ન થાય, એજ રીતે વધેલી-અધિક તિથિએ પણ કોઈ વિશિષ્ટ કાર્ય ન થાય.
--પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ અને વરુણ છas- મા. શા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org