________________
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજાનું વચન છે કે, અમારો એવો નિશ્ચય છે કે, અન્ય દર્શનીઓના ગ્રંથોની યુક્તિઓમાં જે કાંઈ સવિચારરૂપી સંપત્તિઓ દેખાય છે, તે હે પ્રભો ! તમારા શાસનની જ છે : કારણ કે તે પૂર્વરૂપી મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે, માટે જ જિનવચનના જ્ઞાતાઓ તેને પ્રમાણ કહે છે.
(પર્યુષણા સ્થિતિ વિચાર) જેટલા કુતીર્થિકો પેદા થાય છે, તે ભગવાનની વાણીમાંથી જ થાય. પ્રથમ તીર્થપતિ જ્યાં સુધી તીર્થ સ્થાપે નહીં ત્યાં સુધી કુતીર્થિકો ઉત્પન્ન થાય નહીં. સર્વનયયુક્ત ભગવંતની વાણીમાંથી એક નય પકડીને કુતીર્થિકો થયા છે. કુતીર્થિકોમાં પણ રહેલી સારી વાત ભગવાનના શાસનની જ છે. તેનો સ્વીકાર ન કરે તે મિથ્યાદૃષ્ટિ છે. “વાાિ િહિતં પ્રાદ” – બાળક પાસેથી પણ હિત ગ્રહણ કરવું જોઈએ. એ ન્યાયે એવી સારી વાત આપણને માન્ય છે જ. સાચો વૃદ્ધ તે છે કે જે બાળકની પણ સાચી અને સારી વાતનો સ્વીકાર કરે છે.
આમ અન્ય દર્શનમાં રહેલી દયા, દાન, શીલ અને તપની વાત આપણે માનવાની છે. ચતુર્થ વ્રતના વર્ણન પ્રસંગમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કામશાસ્ત્રના કથનને પણ પોતાની વાતની સિદ્ધિ માટે સ્વીકાર્યું છે અને ઉમેર્યું છે કે અનંત-જ્ઞાનીઓએ જે જોયું છે તેનો
સ્વીકાર કામશાસ્ત્રકારે પણ કર્યો છે.” શાસ્ત્રની જ વાત અમારે કહેવાની છે:
આમાં એક પણ વાત ઘરની કહેવાની નથી. જૈન શાસનમાં એ નિયમ છે કે કેવળજ્ઞાની મહાત્માઓ પણ ભગવાનના નામે જ બધી વાતો કહે છે, અરે ! ખુદ ભગવાન પણ કહે કે, ‘જે અનંતા તીર્થકરો કહી ગયા છે, તેજ હું પણ કહું છું અને જે હું કહું છું તે જ ભવિષ્યમાં અનંતા તીર્થકરો કહેવાના છે.'
શાસ્ત્રમાં જે વાત મળે તેમાં શાસ્ત્ર સિવાયની વાત અમારાથી ન કહેવાય. અહીં ઘણા ગ્રંથો લાવ્યો છું. આ સિવાય પણ હજુ બીજા ઘણા ગ્રંથો છે, તમારા બધા પ્રશ્નોનું સમાધાન થશે. એ પછી પણ જો કોઈ નવો પ્રષ્ન આવશે તો તેનું પણ નિરાકરણ શાસ્ત્રની વાતથી જ કરીશું.
વિષમકાળના પ્રભાવથી બારમું અંગ નાશ પામ્યું. અનેક શાસ્ત્રો વિચ્છિન્ન થઈ
૪ નું નામ . પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org