________________
આ રીતે કલ્પસૂત્ર પર વિ. સં. ૧૭૦૭માં ઉપા. શ્રી શાંતિસાગરજી ગણિની રચેલી કલ્પકૌમુદી નામની ટીકા છે. જે વિ. સં. ૧૯૯૨ની સાલમાં ઋષભદેવ કેસરીમલની પેઢી, રતલામ દ્વારા પ્રસિદ્ધ થયેલી છે, તેમાં પણ આ પ્રમાણે સ્પષ્ટપણે જણાવાયેલ છે.
તદુપરાંત ‘કલ્પમુક્તાવલી' નામની પં. મુક્તિવિમલજી ગણિવી વિ. સં. ૧૯૭૪ની રચેલી ટીકા જે વિ. સં. ૨૦૨૪માં છપાયેલી છે, તેમાં પણ સ્પષ્ટપણે એ મુજબ ઉલ્લેખ છે કે,
अभिवर्द्धितमासान्य-स्तावदास्तां विशेषतः । भाद्रपदवृद्धावपि त्वाद्यभाद्रपदमासोऽप्रमाणकः ।।४३।। चतुर्दश्यां यथा वृद्धौ प्रथमामवगण्य च । દિતીવાયાં ચતુર્વયાં પfક્ષ (નૃત્ય) વિધીવતે છે (પા. ૪ર૧)
ભાવાર્થ : “અધિક માસ બીજો તો શું ? પણ ભાદરવા માસની વૃદ્ધિ હોય તો પણ પહેલો ભાદરવો માસ અપ્રમાણ છે, જેમ ચૌદશની વૃદ્ધિ હોય (બે ચૌદશ હોય) તો પહેલી ચૌદશ તજીને બીજી ચૌદશે પાક્ષિક સંબંધી કૃત્ય કરાય છે. કલ્પસૂત્રના ભાષાંતરોમાં પણ આ જ હકીકત છે.
આ પ્રસંગે મારે તમને એક વાત કહેવી છે. કલ્પસૂત્રના ભાષાંતર થાય છે તે સારું નથી, સૂત્રના ભાષાંતરો કરવામાં ને વાંચવામાં ભારે નુકસાન છે, છતાં ભાષાંતરો થયાં છે, તે તે વંચાય છે, એ હકીકત છે તો તે ભાષાંતરોમાં શું આવે છે ? તે આપણે જોઈ લઈએ ! "
‘હિંદી જેન કલ્પસૂત્ર સુબોધિકા' ટીકાના ભાષાંતરમાં પાના-૧૪રમાં આ મુજબ જણાવાયેલ છે કે, ___ "जैसे चतुर्दशी अधिक होने पर पहिली चतुर्दशी को न गिन कर दूसरी चतुर्दशी को हि पाक्षिककृत्य किया जाता है वैसे ही यहाँ पर भी समझ लेना चाहिए।"
(प्रकाशक : आत्मानंद जैन सभा : पंजाब, अंबाला शहर, पा. १४२, आ. श्रीमद् विजयवल्लभ सू.म. की शुभ संमति से आपके.शिष्यरत्न आ. श्री विजयललितसूरि म. तथा आ. श्री विजयसमुद्रसूरि म. की सहायता से वि. सं. २००५) ૧૨ - - - - - - - પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org